મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઇ : સુપોષણ કીટનું વિતરણ


SHARE









મોરબીમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઇ : સુપોષણ કીટનું વિતરણ

ભારતીય જનતા પાર્ટી દ્વારા ધુનડા (સ) આંગણવાડીના બાળકોને સુપોષણ કીટ અર્પણ કરતા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા ભાજપ મંત્રી બચુભાઇ અમૃતિયા, અજીતભાઇ ડોડીયા, સરપંચ બચુભાઇ,નવીનભાઇ રંગપરીયા તથા ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા.તેમજ મોરબી જિલ્લા પંચાયત ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોરબી ભાજપ દ્વારા મિટિંગ યોજાયેલ હતી.જેમાં અતિથિ વિશેષ તરીકે યુવા મોરચાના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત રહેલ હતા.જેમના દ્વારા એક કરોડ તિરંગા ગુજરાતભરમાં લહેરાવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મરજા તેમજ મોરબી ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા તેમજ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી સહિતની ટીમ તેમજ ભાજપના તમામ મંડળ પ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News