મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ મોરબીમાં શિવરાત્રીના દિવસે જાહેરનામાનો ભંગ કરીને કતલખાના ચાલુ રાખનારા-નોનવેજનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડામાં જુગારની રેડ પડતાં જુગારીઓના નાશભાગ: ૩.૧૫ લાખના મુદામાલ સાથે ૭ ઝડપાયા, ૩ ફરાર


SHARE













વાંકાનેરના રાતાવિરડામાં જુગારની રેડ પડતાં જુગારીઓના નાશભાગ : ૩.૧૫ લાખના મુદામાલ સાથે ૭ ઝડપાયા, ૩ ફરાર

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહિતના જુગાર રમતા શખ્સોમાંથી ત્રણ જુગારી નાશી છૂટ્યા હતા જો કે, સાત જુગારીને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ અને વાહન મળીને ૩,૧૫,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.(Jugar, glembing) Whakaner-MORBI

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા કિશનભાઇ પ્રેમજીભાઈ અંબાસણીયાના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની બાતમી સ્ટાફના મયુરધ્વજસિંહ જાડેજા તથા હરીશચંદ્રસિંહ ઝાલાને મળી હતી જેના આધારે પીએસઆઅ આર.એ.જાડેજા સહીતના પોલીસ સ્ટાફે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને તકનો લાભ લઈને ઘરધણી કિશનભાઇ પ્રેમજીભાઈ અંબાસણીયા, દેવજીભાઈ રામસંગ રીબડીયા અને ગોવિંદભાઈ ગિરધરભાઈ સરાવાડીયા સ્થળ ઉપરથી નાસી છુટ્યા હતા જોકે પોલીસે ઘરની અંદર જુગાર રમતા શખ્સોમાંથી જીતુ ઉર્ફે જીતો લાખાભાઈ વીરસોડિયા, ઉમેશભાઈ ઉર્ફે લાલો વેલજીભાઈ બાવરવા, ધનજીભાઈ દિનેશભાઈ ઉકેડીયા, ભરતભાઈ ઉર્ફે મુન્નો ભગવાનજીભાઈ જિંજવાડીયા, મહેશભાઈ ઝીણાભાઈ મેરજીયા, વિવેકભાઈ દિનેશભાઈ ડોડીયા અને દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશ શર્માની ધરપકડ કરેલ છે અને તેમની પાસેથી ૬૦,૦૦૦ રૂપિયા રોકડા, ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૧૦ મોબાઇલ ફોન તેમજ બે લાખ પાંચ હજાર રૂપિયાની કિંમતના વાહનો આમ કુલ મળીને ૩,૧૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં જુગારધારા હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને નાસી છૂટેલા ઘરધણી સહિતના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News