મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

છેને ભડનો દીકરો, ગાંધીના ગુજરાતમાં આવતા મોરબીમાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા ઢોલ પીટયો


SHARE









છેને ભડનો દીકરો, ગાંધીના ગુજરાતમાં આવતા મોરબીમાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા ઢોલ પીટયો

મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ મળી જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે દેશી દારૂ પીવાના લીધે નાની ઉમરમાં યુવાનોના અવશન થયા છે ત્યારે બાઓતડના લઠ્ઠાકાંડ પછી મોરબીમાં દારૂના દૂષણને ડામવા માટે પાલિકાના સભ્ય મેદાને પડ્યા છે અને મોરબીના વીસીપરામાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા માટે ઢોલ ઢબૂકાવીને કોઇની પાસે દારૂની માહિતી હોય તો તે આપવા માટે જાહેર જનતાને અપીલ પણ કરેલ છે

મોરબીના પાલિકાના વોર્ડ નંબર -૨ ના સભ્ય અને વીસીપરા વિસ્તારના રહેવાસી જયંતિભાઈ ઘાટલિયા ગાંધીના ગુજરાતમાં દારૂ બાંધી છે તે ગુજરાતમાં જ આવતા વીસીપરામાં ઢોલ વગાડીને ડેદધિ દારૂનું વેચાણ બંધ કરવા માટે આહ્વાન કર્યું છે અને તાજેતરમાં બોટાદ તેમજ બરવાળામાં લઠ્ઠાકાંડને લીધે ઘણા લોકોના મોત થયા છે જો કે, મોરબીના વીસીપરા સહિતના વિસ્તારમાં દેશી દારૂના લીધે છેલ્લા વર્ષોમાં ઘણા નાની વયના યુવાનોના મોત થયા છે તેવું પણ તેને કહ્યું છે અને વીસીપરા આખા વિસ્તારમાં ઢોલ વગાડીને વીસીપરામાં દારૂનું દૂષણ બંધ થાય તે માટે પોલીસનો ડર રાખ્યા વગર કોઈ પણ જગ્યાએ દારૂ હોય તો તેની માહિતી તેઓને આપવા માટે કહ્યું છે અને તેની પાસે માહિતી આવશે તો તે જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આમ મોરબીમાં પાલિકાના સ્થાનિક સભ્યએ ઢોલ વગડાવીને દારૂનું વેચાણ બંધ કરાવવા માટેનું હાલમાં આહ્વાન કર્યું છે જો કે, અન્ય રાજકીય આગેવાનો આવી હિંમત કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે




Latest News