મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મોઘવારી અને લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો કેમ મૌન ?: મહેશ રાજ્યગુરૂ 


SHARE









મોરબીમાં મોઘવારી અને લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો કેમ મૌન ?: મહેશ રાજ્યગુરૂ 

દેશમાં મોઘવારીએ માઝા મૂકી છે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે દૂધ, છાસ, અનાજ ઉપર જીએસટી નાખી ગરીબ અને મઘ્યમ વર્ગની કેન્દ્ર સરકારે કમર તોડી નાખી છે અને ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો તેમાં ૫૦ થી વધુ લોકોના મોત થયા છે છતાં તે મૃતકોને શ્રદ્ધાંજલિના બે શબ્દ પણ ભાજપના હોદેદારો કે આગેવાનો બોલી શક્ય નથી ત્યારે મોરબીમાં ભાજપના આગેવાનોને શરમ કરવાની જરૂર છે

મોરબી ભાજપમાં જરા પણ શરમ હોય તો મોરબીની પ્રજા તમારા પાલિકાના શાસનથી થાકી ગયેલ છે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ ગયેલ છે. આજે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, ઉભરાતી ગટરના ગંદા પાણી, શેરી ગલ્લીમાં અંઘકર, રોડ રસ્તામાં ખાડા છે જેથી લોકો ત્રાહિમામ છે અને ગુજરાતમાં દેશી દારૂના પરબ ચાલે છે, દિનદહાડે લૂંટફાટ, ખૂના  સહિતના બનાવો બને છે અને લઠ્ઠાકાંડના લીધે ૫૦ થી વધુ લોકોના મોત થયા છે જે સરકારની બેદરકારી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે મોરબી ભાજપના નેતાઓઆ બાબત કેમ મૌન છે તે સૌથી મોટો સવાલ છે અને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોમાં શરમ હોય તો તેને આ મુદાઓને પણ પ્રજામાં ઉજાગર કરવાની જરૂર છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ જણાવ્યુ છે




Latest News