મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઓરેવા ગ્રુપના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE









મોરબીના ઓરેવા ગ્રુપના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના પાટીદાર રત્ન જયસુખભાઇ (ઓરેવા ગ્રુપ) ના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા ટાઉનશીપ, યુનિક સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાડ આવેલ હતું.બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન આશરે ૮૦ બોટલ બ્લડ એકઠું થયુ હતુ.આશરે સોળ લોકોએ ચક્ષુદાનનો અને ચાર લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો.બ્લડ ડોનેશન કરનાર દરેક ડોનરોને ઓરેવા ગ્રુપ તરફથી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો.દીપ પ્રાગટ્યમાં ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ હાજર રહ્યા હતાં.લોકહીત અને લોકકલ્યાણના આ કાર્યમાં મનુભાઈ જાકાસનીયા, રતિલાલ ભાલોડિયા, મહેન્દ્રભાઈ કડીવાર, રણછોડભાઈ મોરી, નરેન્દ્રભાઈ કાલરીયા, જયેશભાઈ કાલરીયા સહીત દરેક મેમ્બરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.આ સેવાકીય કાર્યમાં અજંતા-ઓરેવા ગ્રૂપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયસુખભાઇએ આપેલ યોગદાન બદલ સમગ્ર ટીમે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો




Latest News