મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

રાજ્યમંત્રીના હસ્તે મોરબી જિલ્લાના લિઓલી કંપનીએ પીએચસીમાં ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અપાયા


SHARE















રાજ્યમંત્રીના હસ્તે મોરબી જિલ્લાના લિઓલી કંપનીએ પીએચસીમાં ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અપાયા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા પંચાયત ખાતે લીઓલી સીરામીકના માલિક તેમજ દાતા રાઘવજીભાઈ ગડારાની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ઓક્સિજનની જરૂરિયાત સમજાઇ છે.  દાતા રાઘવજીભાઈ ગડારા દ્વારા વર્ષોથી સખાવત કરવામાં આવે છે. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યલક્ષી સુવિધાનું માળખું વધુ સુદ્રઢ બનશે તેવું વધુમાં ઉમેર્યુ હતું. આ પ્રસંગે અગ્રણી રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે, દોઢ લાખનું એક એવા 20 મશીન આપવામાં આવેલ છે અને આ મશીનને એમ્યુલન્સમાં પણ લઇ જઇ શકાય છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગિયા, અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, જેઠાભાઇ પારેઘી, નથુભાઈ કડીવાર, વાઘજીભાઈ ડાંગરોચા, યુસુફભાઇ શેરસિયા, કિશોરભાઇ ચિખલીયા, લીઓલી સિરામિકના પ્રમોટર નેલ્શન ગડારા તથા ઇઝરાયેલથી આવેલા તેમના પાર્ટનર એરેજ ગોહાર સહિતના હાજર રહ્યા હતા

ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા અંગે બાળકીએ પ્રતિભાવ આપ્યો

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ટ્રેક્ટર-ટ્રોલી લોકાર્પણ કાર્યક્રમમાં માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળાની ધો. ૬ માં ભણતી વિદ્યાર્થીની હેન્સી દિલીપભાઈ પરમારે ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા પર પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યો હતો ગુજરાતની છેલ્લા ૨૦ વર્ષની વિકાસ ગાથા હેઠળ ગુજરાતમાં થયેલ અનેક વિકાસકાર્યો, નવા પ્રકલ્પો, અધ્યતન શાળા - યુનિવર્સિટીઓ વગેરેની વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની વાટે હરણફાળ ભરી છે. હેન્સી પરમારના આ પ્રતિભાવથી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રભાવિત થઈને તેનું પોષણયુક્ત કઠોળની ટોપલી દ્વારા સન્માન કર્યું હતું.






Latest News