વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા: અરજદારોને ધક્કા


SHARE









મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા: અરજદારોને ધક્કા

રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી પડતર માગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ પણ તેમાં જોડાયેલ છે જેથી કરીને ગામડાઓમાં પંચાયત ઓફિસે કામ કરવા માટે જતાં અરજદારોને ધક્કા થઈ રહ્યા છે


રાજ્યના તલાટીઓ  છેલ્લા ઘણા સમયથી તેના જુદાજુદા પ્રશ્નોને લઈને સરકાર સામે લડી રહ્યા છે જો કે, સરકાર તેના પ્રશ્ન ઉકેલતી નથી જેથી કરીને વણઉકેલ માગણીઓ માટે આજથી તલાટીઓ દ્વારા અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ૨૨૫ જેટલા તલાટી કમ મંત્રીઓ તેમાં જોડાયા છે તેવું મોરબી જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખ ભાવેશભાઈ ફૂલતરિયા અને મહામંત્રી હુંબલ રવિભાઈએ માહિતી આપતા જણાવ્યુ હતું

આજથી મોરબી જિલ્લાના ગામડાઓમાં સરકારી સ્તરે ખેડૂતોના વિવિધ દાખલા સહિતની તમામ કામગીરી ખોરવાઇ ગયેલ છે અને લોકોને ધક્કા થઈ રહ્યા છે જો કે, તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન-સન્માન સાથે ફરકાવશે તેવું કહ્યું હતું અને આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવે છે જેથી કરીને લોકોને તેના રોજીદા કામ માટે લોકોને હેરાન થવું પડે છે




Latest News