મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં જીવના જોખમે ચોરી કરીને મેળવતો પ્રોપેન ગેસ કયાં વેંચતો ?: જાણો અહી


SHARE









મોરબીમાં જીવના જોખમે ચોરી કરીને મેળવતો પ્રોપેન ગેસ કયાં વેંચતો ?: જાણો અહી

મોરબના જુના સાદુળકા ગામની સીમમાં પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે કટિંગ કરીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી અને તેમાંથી ગેસના બાટલા ભરવામાં આવતા હતા જે ગુનામાં ચાર આરોપીને પકડ્યા હતા અને આ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં હાલમાં મોરબી જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ શખ્સો જીવને જોખમમાં મૂકીને પ્રોપેન ગેસના ટેન્કરમાંથી જે ગેસના બાટલા ભરતા હતા તે રાજકોટના કોમર્શિયલ વિસ્તારમાં વેચતા હોવાનું સામે આવ્યું છે

મોરબી તાલુકા પોલીસના જુના સાદુળના ગામની સીમમાં એ.બી.સી મિનરલ્સ પાછળ ખુલ્લી જગ્યામાં રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતાં ગેસના ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરીને ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે લોકોના જીવ જોખમમાં મુકાઇ તે રીતે કટિંગ કરવામાં આવતું હોવાનું એસએમે આવ્યું હતુ જેથી કરીને પોલીસે ટેન્કર નંબર જીજે ૧૨ એડબલ્યુ ૧૦૬૦ જેની કિંમત ૧૫ લાખ, પ્રોપેન ગેસ ૧૬.૫૬૦ મેટ્રિક ટન તેની કિંમત ૧૧૦૫૭૯૪, બોલેરો ગાડી જીજે ૩ બી ડબલ્યુ ૧૩૨૮, ખાલી ગેસના ૩૨ સિલીન્ડર આમ કુલ મળીને ૨૯,૮૫,૨૯૪ નો મુદામાલ કબજે કરેલ હતી અને ટેન્કર ચાલક ગુડ હુબલાલ નિશાદ, દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા, વિપુલ મિયાત્રા અને રમણીક ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જે પૂરા થતાં તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ કૌભાંડમાં બીજા કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે જો કે, આ આરોપીઓ ગેસ ચોરી કરીને જે બાટલા પ્રોપેન ગેસથી ભરતા હતા તે આ શખ્સો રાજકોટના કોમર્શિયલ વિસ્તારમાં આપતા હતા




Latest News