ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં આયુર્વેદ તથા હોમિયોપથી કેમ્પનો ૩૦૦ લોકોએ લાભ લીધો


SHARE







મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં આયુર્વેદ તથા હોમિયોપથી કેમ્પનો ૩૦૦ લોકોએ લાભ લીધો

નિયામક આયુષની કચેરી,  ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા સાર્થક વિદ્યા મંદિરના સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિદ્યાર્થીઓ,  વાલીઓ તેમજ જાહેર જનતાએ મળીને ૩૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય જિગ્નેશભાઈ બોરસાણિયા, અને ડૉ. હેતલબેન હળપતિ સેવા આપી હતી સાથોસાથ આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવા વિતરણ, બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું






Latest News