ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કલા મહાકુંભનું આયોજન કારાશે


SHARE







મોરબી જિલ્લામાં કલા મહાકુંભનું આયોજન કારાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી મોરબી દ્વારા પ્રેરીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત કલા મહાકુંભ - ૨૦૨૨-૨૩ યોજાનાર છે. જેમાં ૬ થી  ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયજૂથના કલાકારો ભાગ લઈ શકશે.

આ કલા મહાકુંભમાં (૧) સાહિત્ય વિભાગમાં- વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ – શાયરી, દોહા છંદ ચોપાઈ, (૨) કળા વિભાગમાં- ચિત્ર કલા, સર્જનાત્મક કારીગરી, (૩) નૃત્ય વિભાગમાં- લોક નૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ, (૪) ગાયન વિભાગમાં- શાસ્ત્રીયા કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, (૫) વાદન વિભાગમાં- હાર્મોનિયમ (હળવુ), તબલા, ઓરગન, સ્કુલબેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સાંરગી, પખવાજ, વાયોલીન, મૃદાંગમ, રાવણ હથ્થો, જોડીયા પાવા, (૬) અભિનય વિભાગમાં- એક પાત્રીય અભિનય, ભવાઈ એમ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. અને તા.૧૮/૮ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી

આઈ.ટી.આઈ.માં પ્રવેશ

જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-૨૦૨૨ માટેની બીજા તબક્કાની પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ  રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1. Internet Banking. 2. Credit Card 3. UPI ID-UPI QR Code. 4. NEFT વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔદ્યોગિક  તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા ૭/૮  છે અને આઈ.ટી..આઈ મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે સેન્ટર કાર્યરત છે.






Latest News