વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વડવાળા સંગઠનનું લંપી રોગ રોકવા રસીકરણ અભિયાન: ૧૯૬૨ની ટીમ રાઉન્ડ ધી ક્લોક કાર્યરત


SHARE









મોરબીમાં વડવાળા સંગઠનનું લંપી રોગ રોકવા રસીકરણ અભિયાન: ૧૯૬૨ની ટીમ રાઉન્ડ ધી ક્લોક કાર્યરત

મોરબીમાં માલધારી સમાજના હિતો જાળવવા માટે સક્રિય રહેતું વડવાળા યુવા સંગઠન હાલ લંપી વાયરસ સામે પશુઓને બચાવવા માટે મેદાને આવ્યું છે.જો કે તંત્ર દ્વારા હાથ ધરાયેલા રસીકરણમાં ટૂંકાગાળામાં હજારો પશુઓને આવરી લેવા મુશ્કેલ હોવાથી વડવાળા યુવા સંગઠન યુવા સંગઠન દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ૧૯૬૨ની ટીમ રાઉન્ડ ધી ક્લોક કાર્યરત છે

મોરબીના વડવાળા યુવા સંગઠન દ્વારા  મરછુકાઠા રબારી ભરવાડ સમાજ જોગ જાહેર અપીલ કરવામાં આવી છે કે, હાલ વર્તમાન પરિસ્થિતિમાં ગૌ માતામાં આવેલ લંપી નામનો રોગ ફાટી નીકળેલો છે.આથી આ રોગથી ગૌધન બચાવવા માટે ગૌવસને રસી મૂકવાનું અભિયાન વડવાળા યુવા સંગઠન દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોય તો જે કોઈ ગામમાં કે શહેરમાં ગૌ માતાને રસી મૂકવાની બાકી હોય તો વડવાળા યુવા સંગઠનનો સંપર્ક કરે દરેક ગામ પહોંચીને રસીકરણ કરવામાં આવશે. રસીકરણ માટે નીચે આપેલ મોબાઈલ નંબરોમાં સંપર્ક કરશો. અને તેના માટે નવઘણભાઈ રબારી ૯૯૭૯૩ ૩૭૩૦૦, જીવણભાઈ રબારી ૯૭૩૭૧ ૭૪૦૦૦ અને મોતીભાઈ રબારી ૯૯૭૯૪ ૭૩૨૧૬ નો સંપર્ક કરવા વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારીએ જણાવ્યુ છે

૧૯૬૨ની ટીમ રાઉન્ડ ધી ક્લોક કાર્યરત

લમ્પી વાયરસ સંદર્ભે પશુપાલાન વિભાગ સાથે ૧૯૬૨ ની સેવા પણ સતત કાર્યશીલ છે. ૧૯૬૨ ની વાનના પૈડા છેલ્લા ૧૫ દિવસથી થંભ્યા નથી. ૧૯૬૨ ની સેવાનો હજુ વધુ કાર્યશીલ ઉપયોગ વધારી શકાય તે માટે જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરાઈ છે. મોરબી જિલ્લામાં પશુઓમાં જોવા મળી લમ્પી રોગેને અટકાવવા તેમજ ઉપચાર માટે પશુપાલન વિભાગ સજાગ છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. પશુઓને રસીકરણ દ્વારા સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત પશુ દવાખાના તેમજ ૧૯૬૨ની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ રોગનો ભોગ બનેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે. અને છેલ્લા ૧૫ દિવસમાં એક પણ દિવસ રજા વગર સ્ટાફ દ્વારા બમણી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સરપંચઓ તેમજ ગામના આગેવાનઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જરૂર હોય ત્યાં ગામના લોકો જાણ કરશે તો તત્કાલીક કામ કરવામાં આવશે




Latest News