મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાત્રાળનગરમાં રિક્ષાભાડાની ઉઘરાણી કરવા રિક્ષા પાર્ક કરનાર યુવાનને બે ભાઈઓએ માર માર્યો 


SHARE









વાંકાનેરના ગાત્રાળનગરમાં રિક્ષાભાડાની ઉઘરાણી કરવા રિક્ષા પાર્ક કરનાર યુવાનને બે ભાઈઓએ માર માર્યો 

વાંકાનેર તાલુકાના ગાત્રાળનગર (સિંધાવદર) ખાતે યુવાન પોતાની રીક્ષાને ઉભી રાખીને ભાડાની ઉઘરાણી કરવા માટે ગયો હતો ત્યારે ત્યાં રહેતા બે શખ્સો દ્વારા અહિં રીક્ષા પાર્ક ન કરવી તેમ કહીને યુવાનની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ લાકડી અને ઢીકાપાટુ વડે તેને માર મારવામાં આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ગાત્રાળનગર (સિંધાવદર) ખાતે રહેતા ગોપાલભાઈ મેશનભાઈ ચારોલિયા (ઉંમર ૩૧) પોતાની રીક્ષા લઈને ગામમાંથી પસાર થતા હતા ત્યારે રીક્ષા ભાડાની ઉઘરાણી કરવા માટે તેણે પોતાની રિક્ષા ઉભી રાખી હતી ત્યારે શાંતિલાલ ગગજીભાઈ ચારોલીયાએ "રીક્ષા અહીંયા પાર્ક નહીં કરવાની" તેમ કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને લાકડી વડે અને તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.ત્યારબાદ તેના ભાઈ રાજેશભાઈ ગગજીભાઈ ચારોલીયા ત્યાં આવ્યા હતા અને બંને ભાઈઓએ ગોપાલભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઈજા પામેલા ગોપાલભાઈ ચારોલીયાએ સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિલાલ અને રાજેશભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રહેતા કંચનબેન દિનેશભાઈ ભાડેજા નામના ૪૮ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનવામાં ઇજાઓ થતા તેમને શહેરના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ શીવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતાં પોલીસે તપાસ કરતા ખુલ્યુ હતુ કે કંચનબેન ભાડજા પોતાના પુત્રની સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે મહાદેવના મંદિર પાસે તેઓનું બાઈક બમ્પ આવતા સ્લીપ થઈ ગયું હતું અને તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે હોસ્પીટલે લઇ જવાયા હતા.




Latest News