મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE









મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતો યુવાન રાત્રી દરમિયાન પોતાના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તેનો ભાઈ સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી બધું સારવાર માટે રાજકોટ લઈને ગયેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર દવા પીધી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારની અંદર રહેતા યાસીનભાઈ રહીમભાઈ શેખ (ઉંમર ૪૨) રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી ગયા હતા અને ત્યારબાદ તેને પોતાના નાના ભાઈ ફકરુદીનને ફોન કરીને જાણ કરતા તેનો નાનો ભાઈ ફકરુદ્દીન તેના ઘરે આવ્યો હતો અને ત્યારે યાસીનભાઈએ ફકરુદ્દીનને કહ્યું હતું કે તે ઝેરી દવા પી ગયેલ છે જેથી ફકરુદ્દીનભાઈ તેના ભાઈને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે યાસીનભાઈ શેખ રિક્ષા ચલાવે છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે અને તેના પત્ની કારણોસર રિસામણે છે તેવું યુવાનના ભાઈ પાસેથી જાણવા મળ્યું છે જો કે, યુવાને શા માટે ઝેરી દવા પી લીધી હતી તે દિશામાં પોલીસે હાલમાં તપાસ ચાલુ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં થયેલા વાહન અકસ્માતના બનાવમાં પ્રદીપભાઈ ગણપતભાઈ નીનામા (ઉંમર ૨૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે હાલમાં અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News