સત્તા સામે શાણપણ નકામુ ! : વાંકાનેર પાલિકા સપુરસીડ, પ્રુમખ-ઉપપ્રમુખની ચેમ્બરો સીલ, ફરી ચુંટણી યોજાશે
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રખડતા ગૌવંશને રસીકરણ માટે અભિયાન
SHARE









મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રખડતા ગૌવંશને રસીકરણ માટે અભિયાન
મોરબીમાં લંપી વાયરસના કહેરથી ગૌવંશને બચાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તંત્રની મદદ કરવામાં આવી રહી છે અને રખડતા ગૌવંશ હોય તેનું રસીકરણ ન થતું હોય તે માટે આ ગ્રુપ દ્વારા રખડતા ગૌવંશને રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં શહેરમાં જાહેરમાં રોડ રસ્તા અને શેરી ગલીમાં રખડતા ગૌવંશને રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી, હળવદ તેમજ માળીયામાં રસીકરણ ચાલુ છે. અને હવે વાંકાનેરમાં ચાલુ કરવામાં આવશે અને કોઈપણ પશુ રસીકરણથી બાકી રહી ગયું હોય તો દિલીપભાઈ (૮૦૦૦૮ ૨૭૫૭૭) અને સંજયભાઈ (૮૮૪૯૦ ૭૦૫૩૮) નો સંપર્ક કરવા જણાવ્યુ છે
