વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

સત્તા સામે શાણપણ નકામુ ! : વાંકાનેર પાલિકા સપુરસીડ, પ્રુમખ-ઉપપ્રમુખની ચેમ્બરો સીલ, ફરી ચુંટણી યોજાશે


SHARE









સત્તા સામે શાણપણ નકામુ ! : વાંકાનેર પાલિકા સપુરસીડ, પ્રુમખ-ઉપપ્રમુખની ચેમ્બરો સીલ, ફરી ચુંટણી યોજાશે

(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવશે તેવા એંધાણો છેલ્લા ઘણા દિવસોથી દેખાઈ રહ્યા હતા દરમિયાન આજે મોડી સાંજે શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે જેથી કરીને આજે મધરાત્રે 10 વાગ્યા પછી વાંકાનેર નગરપાલિકા ખાતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર પહોંચ્યા હતા અને ત્યારબાદ પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરોને સીલ કરવામાં આવી છે તેમજ રેકડ બુક અને ઠરાવ બુક સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે અને આગામી સોમવાર સુધીમાં વાંકાનેર નગરપાલિકામાં વહીવટદાર મૂકવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર નગરપાલિકામાં છેલ્લે યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ ત્યાં પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ સહિતના પદાધિકારીઓની જે વરણી કરવામાં આવી ત્યારથી જ આ નગરપાલિકા વિવાદનું ઘર બની ગઇ હોય તેમ વારંવાર કોઈને કોઈ કારણોસર વાંકાનેર નગરપાલિકા ચર્ચાનો વિષય બનતી હતી દરમિયાન થોડા દિવસો પહેલા સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોને કારણે દર્શક નોટિસો આપવામાં આવી હતી અને આ નગરપાલિકાને ગમે ત્યારે સરકાર સુપર સીડ કરશે તેવા એંધાણો દેખાઈ રહ્યા હતા જેથી કરીને વાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ થતી અટકાવવા માટે થઈને એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને જે તે સમયે વાંકાનેરમાં સર્વ જ્ઞાતિનું વિશાળ સંમેલન રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોરબી શહેરની બાજુમાં આવેલ રાજપર ગામ ખાતે રઘુવંશી સમાજનું એક વિશાળ સંમેલન રાખવામાં આવ્યું હતું તેમ છતાં પણ સરકાર દ્વારા આજે મોડી સાંજે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે

વાંકાનેર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકારના શહેરી વિભાગ વિકાસ તરફથી આજે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવા માટેનો જે આદેશ કરવામાં આવ્યો છે તેની નકલ તેઓને મળતાની સાથે જ તેઓએ વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બર જે નિયમ પ્રમાણે સીલ કરવાની થતી હોય તે સીલ કરવાની કામગીરી કરેલ છે તેની સાથોસાથ વાંકાનેર નગરપાલિકામાંથી રેકોર્ડ બુક અને ઠરાવ બુક સહિતનું સાહિત્ય હાલમાં કબજે કરવામાં આવ્યું છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નગરપાલિકામાં આગામી સોમવાર સુધીમાં વહીવટદારની નિમણૂક કરી દેવામાં આવે અને આગામી 6 મહિના સુધી સામાન્ય ચૂંટણી ફરી પાછી ન યોજાય ત્યાં સુધી વહીવટદાર થકી વાંકાનેર નગરપાલિકા વિસ્તારની અંદર લોકોની પ્રાથમિક સુવિધા સહિતની કામગીરી કરવામાં આવશે તેવું હાલમાં જોવા જાણવા મળી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવશે તે ચર્ચા ચાલતી હતી તેને આજે સરકારની મહોર લાગી જતા વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે




Latest News