મોરબી રાજપૂત સમાજના 500 થી વધુ ભાઇઓને તલવાર રાસની તાલીમ દેવાશે
મોરબી-વાંકાનેરમાં જુગારની સાત રેડ: ૩૮ જુગારીઓ ૧.૧૬ લાખથી વધુની રોકડ સાથે ઝડપાયા
SHARE
મોરબી-વાંકાનેરમાં જુગારની સાત રેડ: ૩૮ જુગારીઓ ૧.૧૬ લાખથી વધુની રોકડ સાથે ઝડપાયા
મોરબી અને વાંકાનેરમાં જુગારની પોલીસ દ્વારા જુદીજુદી સાત રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ મળીને ૩૮ જુગારીઓ મળી આવ્યા હતા જેથી પોલીસે ૧.૧૬ લાખથી વધુની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર પાછળ નાની કેનાલ રોડ ઉપર મહાવીર એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે ત્યાં જુગારની રેડ કરી હતી તે સમયે જયેશભાઈ પ્રભુભાઈ સનિયારા, દુલેરાયભાઈ જીવરાજભાઈ અંબાણી, કૌશિકભાઇ બેચરભાઈ ભોરણીયા, કલ્પેશભાઈ કેશવજીભાઈ ઘોડાસરા, મનોજભાઈ કાંતિભાઈ સવસાણી, જયેશભાઈ દેવજીભાઈ ભોરણીયા અને દેવશીભાઈ દેવનાણભાઈ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેઓની પાસેથી પોલીસે ૪૧૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઇન્દિરાનગર જુગાર
મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ ઇન્દિરાનગરમાં ખોડીયાર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ રણછોડભાઈના મકાન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ભરતભાઈ કરસનભાઈ ગેડાણી, અલ્પેશભાઈ પ્રેમજીભાઈ થરેસા, યોગેશભાઈ વિક્રમભાઈ ધોળકિયા, હિરેનભાઈ વિક્રમભાઈ ધોળકિયા અને રવિભાઈ પીતાંબરભાઈ લોદરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૨૭૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ત્રાજપર જુગાર
મોરબીના ત્રાજપર ગામે મયુર સોસાયટી વાળી શેરીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા જગદીશભાઈ ગોરધનભાઈ વરાણીયા, હિતેશભાઈ જેઠાભાઇ ટીડાણી અને મહેશભાઈ ગોરધનભાઈ વરાણીયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
હરિઓમ પાર્ક જુગાર
મોરબી નજીકના ઘુટુ ગામ પાસે રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા વિમલભાઈ ઈશ્વરભાઈ એરવાડીયા, અજયભાઈ પ્રવીણભાઈ બદ્રેશિયા, બાબુભાઈ કાનજીભાઈ ચાવડા, જીતેન્દ્રભાઈ વનજીભાઈ ભોરણીયા અને પિયુષભાઈ મનુભાઈ કડીવાર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૨૮૪૦ રૂપિયાની રોકડ કબજે કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જીનપરા જુગાર
વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં શેરી નં-૧૩ માં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા વિપુલભાઈ રમેશભાઈ ચૌહાણ, સાગરભાઇ શામજીભાઈ સોલંકી, મેહુલભાઈ શામજીભાઈ સોલંકી, વીકીભાઈ રમેશભાઈ અઘારા, મિલનભાઈ જયંતીભાઈ બારૈયા, સુનિલભાઈ રમેશભાઈ રાણેવાડિયા, નયનભાઈ મનસુખભાઈ સારલા અને નીરવભાઈ કાંતિભાઈ ગોસ્વામી જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે ૧૨૦૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અમરનાથ સોસા. જુગાર
વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં શેરી નં-૭ માં જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેથી ત્યાં રેડ કરતા રોહિતભાઈ બુટાભાઈ મુંધવા, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા, યશભાઈ અજયભાઈ જોબનપુત્રા, દીપકભાઈ પ્રવીણભાઈ સોલંકી, વિરલભાઈ પ્રદીપભાઈ બુધદેવ, ધવલગિરી વિનોદગીરી ગોસ્વામી, સાગરભાઇ પ્રદીપભાઈ બુધદેવ અને ભાવેશભાઈ જયસુખલાલ પાટડીયા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૪૧૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
માળીયા જુગાર
માળીયા મીયાણાના નવા દેવગઢ ગામે કોળીવાસમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર મેરૂભાઈ કેશુભાઈ વાઘાણી અને વિજયભાઈ મોરારજીભાઈ સુરેલીયા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૮૬૦ ની રોકડ કબજે કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી