મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સોની વેપારીઓની સલામતી માટે પાલિકાની ખાસ વ્યવસ્થા બની માથાનો દુખાવો !


SHARE







મોરબીમાં સોની વેપારીઓની સલામતી માટે પાલિકાની ખાસ વ્યવસ્થા બની માથાનો દુખાવો !

મોરબીમાં સોની વેપારીઓની સલામતી માટે થઈને પાલિકા દ્વારા ઉભી કરવામાં આવેલ ખાસ વ્યવસ્થા હાલમાં સોની વેપારીઓ તેમજ શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશક્તિ નથી જેથી કરીને પાલિકા દ્વારા જે ખાસ વ્યવસ્થા સ્પીડ બ્રેકરો મૂકીને ઊભી કરવામાં આવી છે તેનો વહેલી તકે હટાવવામાં આવે તેવું વેપારીઓ અને નગરજનો ઇચ્છી રહ્યા છે

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર આડેધળ કોઈપણ પ્રકારના નિયમોને અનુસર્યા વગર સ્પીડ બ્રેકર પાલિકા દ્વારા મુકવામાં આવ્યા છે અથવા તો સ્થાનિક લોકો દ્વારા બનાવી નાખવાં આવ્યા છે જેથી કરીને આ રોડ રસ્તા ઉપરથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને મોરબીના મોટાભાગના વિસ્તારોની અંદર હાલમાં રોડ રસ્તા ભાંગીને ભૂકો થઈ ગયા છે જેથી વાહન ચાલકોને માથાના દુખાવા સમાન પીળા સહન કરવી પડી રહી છે તેની સાથોસાથ શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો ઉપર આડેધડ કોઈપણ પ્રકારના નિયમને અનુસર્યા વગર સ્પીડ બ્રેકરો બનાવવામાં આવ્યા છે તે પણ લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે

જો વાત કરીએ મોરબીના દરબારગઢથી ગ્રીનચોક સુધીના વિસ્તારનો તો ત્યાં સોની વેપારીઓની સૌથી વધુ દુકાનો આવેલ છે અને આ સોની વેપારીઓની સલામતી માટે જાણે કે પાલિકા દ્વારા દુકાને દુકાને આદેધડ સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા હોય તેમ દરબાર ગઢથી લઈને ગ્રીનચોક સુધીના વિસ્તારમાં ૧૦ સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે અને આ સ્પીડ બ્રેકરના કારણે કમરના દુખાવા વાળા વ્યક્તિઓને પોતાના વાહનોમાં અહીંથી પસાર થવું એક સજા સમાન બની ગયું છે

જેથી કરીને લોકોને પારાવાર વેદના સહન કરવી પડતી હોય તેવા આ બિનજરૂરી સ્પીડ બ્રેકરોને વહેલી તકે દૂર કરવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલ્લેખીએ છે કે સોની વેપારીઓ સહિતના લોકોની સલામતી માટે મોરબીના મુખ્ય માર્ગો ઉપર હાલમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવેલા છે ત્યારે સોની વેપારીઓની સલામતી માટે આડેધડ ઝીકવામાં આવેલા સ્પીડ બ્રેકરોને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી લોકોની લાગણી છે






Latest News