મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયામ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૨ નું મોરબીના રવપર રોડ ઉપર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોરબી જિલ્લામાં આવતી શાળાઓમાંથી ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દેશ ભક્તિનાં ગીતો રજૂ કર્યા હતા આ સ્પર્ધામાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડીયા તેમજ નિલકંઠ વિદ્યાલય મોરબી વતી તેના પ્રતિનિધિ શ્રીમતી દિપ્તીબેન સાવરિયા હાજર રહેલ હતા અને આ સ્પર્ધામાં ડો. ભાવનાબેન ભટ્ટ અને ડો. પ્રેયસભાઈ પંડ્યાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી અને સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ વિજેતા થયેલ છે તેમાં પ્રથમ ક્રમે નવયુગ સંકુલ- વિરપર તથા દ્ધિતીય ક્રમે રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય-હળવદ તથા તૃતીય ક્રમે શ્રી સરસ્વતી શિશુમંદિર -હળવદ વિજેતા છે જેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અભય ઈલેક્ટ્રીક્સ કંપની-મોરબી દ્રારા આપવામાં આવેલ છે આ સ્પર્ધાના મુખ્ય સંયોજક તરીકે ધ્રુમીલભાઈ આડેસરા તેમજ સહસંયોજક તરીકે હિંમતભાઈ મારવણીયા હતા અને આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર અને રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્રારા કરવામાં આવ્યું હતું અને ભારત વિકાસ પરિષદ-મોરબીના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા અને વરિષ્ઠ સભ્યો મનહરભાઈ કુંડારિયાચિરાગભાઈ હોથીરમેશભાઈ છૈયાવિનુભાઈ મકવાણાદિનેશભાઈ હુંબલ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી






Latest News