મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

રાજકીય નવાજૂનીના એંધાણ: દિલ્હીના દરબારમાં નરેન્દ્ર મોદી પાસે પહોચ્યા મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE







રાજકીય નવાજૂનીના એંધાણ: દિલ્હીના દરબારમાં નરેન્દ્ર મોદી પાસે પહોચ્યા મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં યોજાયેલા બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીમાં ચાલતી લૂખ્ખગીરી અને ખોટા કામ બંધ કરવા માટે હું ફરી પાછો મેદાનમાં આવ્યો છું અને આજથી જ તેના શ્રી ગણેશ કરી દીધા છે તેવું કહયાના ગણતરીના દિવસો બાદ તેઓ દિલ્હી ખાતે જઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા જેથી કરીને આ મુલાકાતને સૂચક મુલાકત ગણવામાં આવી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ વાંછુકોમાં ગણગણાટ થવા લાગ્યો છે

થોડા દિવસો પહેલા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી માળીયાના વર્તમાન ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજા સામે બ્રહ્મ સમાજના આગેવાને નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને કહ્યું હતું કે, ૩૫ વર્ષના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા મને ગૃહરાજ્ય મંત્રી બનાવતા હતા તો પણ મારી વિચારધારાને મે છોડી ન હતી અને આજની તારીખે પણ લોકોના કામ કરું છે અને કરતો જ રહીશ. તેમજ આગામી ચૂંટણીને લઈને તેઓએ કહ્યું હતું કે, લોકોની લાગણીના કારણે હું ફરી પાછો પટ્ટમાં આવીશ અને પહેલા કરતાં વધુ વટ સાથે આવીશ આટલું જ નહીં તેઓએ કહ્યું હતું કે, “આજની તારીખે પણ આપણે ઉપર અને નીચે બંને જગ્યાએ સારું જ છે વચ્ચે બે થી પાંચ ડભોરિયા છે તેના નામ મારે લેવા નથી તે સમજી જ જશે અને તેનાથી હું ડરતો નથી” આ નિવેદન કરવામાં આવ્યું હતું તેના ગણતરીના દિવસોમાં જ કાંતિભાઈ અમૃતિયા દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોચ્યા હતા જેથી કરીને આગામી ચૂંટણીને લઈને કઈક નવા સમીકરણ મોરબી માળીયા વિધાનસભા બેઠક માટે ગોઠવાઈ રહ્યા છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News