મોરબી જિલ્લામાં રબારી સમાજને રાજકીય ક્ષેત્રે અન્યાય ન થાય અને પ્રતિનિધિત્વની પૂરી તક આપવા કરાઇ રજૂઆત
મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ
SHARE
મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ
મોરબી જીલ્લામાં ઓગસ્ટ મહિનાની ૨૧ અને ૨૮ તારીખ તથા સપ્ટેમ્બર મહિનામાં ૪ અને ૧૧ તારીખે રવિવારના દિવસે મતદાર યાદી સુધારણા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૧/૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ભારત ચુંટણી પંચ દ્વારા હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વિકારવા માટે ખાસ ઝુંબેશના દિવસો યોજી મતદારયાદી સુધારણા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
મતદારયાદી સુધારણા ઝુંબેશના કાર્યક્રમની જાણ લોકોને થાય તેમજ વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને તે હેતુથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જે.બી.પટેલ દ્વારા મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારો/જાહેર જનતાને આ મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરવા/કમી કરવા/સુધારવા વિગેરે જેવી કામગીરી કરી શકાય અને એક મજબુત, પારદર્શક અને ક્ષતિરહિત મતદારયાદીનું ગઠન થાય તે માટે ભારત ચુંટણી પંચ તરફથી ખાસ ઝુંબેશના દિવસો યોજવાની જાહેરાત કરેલ છે.
આ ઝુંબેશ તા.૨૧/૮ , ૨૮/૮, ૪/૯ અને ૧૧/૯ ના દિવસે હાથ ધરવામાં આવશે અને લોકોના મતદાન બુથમાં બુથ લેવલ ઓફિસર દ્વારા સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હક્ક-દાવા, વાંધા અરજીઓ સ્વીકારવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વધુમાં કલેક્ટર કચેરી-મોરબી ખાતે આવેલ ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ટોલ ફ્રી નંબર - ૧૯૫૦ દ્વારા મતદારયાદી સંબંધે કોઇ પણ મુશ્કેલીના નિવારણ માટે ઉપયોગ કરી શકશે. લોકોને બુથ પર ન જવું હોય તો પોતાના મોબાઇલ મારફત NVSP પોર્ટલ પર જઇ પોતાના નામ ઉમેરો/સુધારો/કમી વિગેરે ઘરે બેસીને પણ કરી શકશે. ભારત ચુંટણી પંચ દ્વારા ફોર્મ-૬ બી દ્વારા પોતાના ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લીંક કરવાની પણ સુવિધા ઉપલબ્ધ કરેલ છે. જેથી પોતાના ચુંટણી કાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવા માટેની સુવિધાનો લાભ તમામ મતદારોને લેવા અનુરોધ કરેલ છે.
વાહનોના ફેન્સી નંબર માટે અરજી કરી શકાશે
મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હીલર વાહનો માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૧૫ થી શરૂ થનાર છે. તા.૧૫ થી તા.૨૦ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૦ થી તા.૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.