મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા
SHARE









મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જાગૃત કરવા માટે અને દિલ્હીમાં લોકોને જેવી ઘરે બેઠા સરકારી સેવાઓ મળી રહી છે તેની સાચી વાત પહોચડવા માટે મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પાર્ટીના પ્રચાર માટે ડાયરાના આયોજન કરવામાં આવેલ છે.
મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ૧૫ જેટલા ડાયરા આગામી દિવસોમાં કરશે જેમાં લોકોને ડાયરા મધ્યમથી લોકોને ગુજરાત સરકારની નિષ્ફળતા આ ને દિલ્હી સરકાર દ્વારા લોકો માટે જે કામ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી આપવામાં આવશે અને જનસંવાદ કાર્યક્રમ યોજાશે અને તા. ૯ થી ડાયરા શરૂ કરવામાં આવેલ છે જે બેલા, રંગપર, નાની બરાર સહિતના ગામમાં યોજાશે તેમજ તા ૧૦ ના રોજ કેરાળા અને ચાચાવદરડા, તા ૧૧ ના રોજ ધરમપુર અને મોટાભેલા, તા ૧૨ જેતપર અને દેરાળા, તા ૧૩ ના રોજ નાગડાવાસ અને ઘાટીલ, તા ૧૪ ના રોજ ચકમપર અને ખીરઈ, તા ૧૫ ના રોજ સોખડા અને મોટા દહીંસરા તેમજ તા ૧૭ ના રોજ કાજેડા ગામે ડાયરો અને જનસંવાદ યોજાશે
