મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ નજીક રોંગ સાઇડમાં આવીને કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા ત્રણને ઇજા


SHARE







મોરબીના ઘુટુ નજીક રોંગ સાઇડમાં આવીને કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા ત્રણને ઇજા

મોરબી હળવદ રોડ ઉપર ઘુટુ ગામથી આગળના ભાગમાં રીક્ષા લઈને પસાર થતા યુવાનની રિક્ષાને રોંગ સાઇડમાં આવેલ કાર ચાલકે હડફેટે લેતા રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી રીક્ષા ચાલક તેમજ તેમાં બેઠેલા બે મુસાફરોને ઈજા થઈ હતી અને કાર ચાલક પોતાની કારને છોડીને નાશી ગયો હતો જેથી સારવાર લીધા બાદ રીક્ષા ચાલકે કાર ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે નીચી માંડલ ગામ પાસે બાપાસીતારામ મઢુલી નજીક રહેતા રઘુભાઈ ખુમાણભાઇ પઢીયાર જાતે રાજપૂત (ઉંમર ૨૬) પોતાની રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૦૧૮ લઈને મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘુટુ ગામથી આગળના ભાગમાં નેકસોન સીરામીક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ કાર નંબર જીજે ૩૬ એસી ૧૩૪૫ ના ચાલકે તેની કાર રોંગ સાઈડમાં લાવીને રીક્ષા સાથે અથડાવી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી ત્યારે રીક્ષા ચાલક રઘુભાઈ પઢિયાર તેમજ રિક્ષામાં બેઠેલા બે મુસાફર બિરાજદાનભાઈ અને બબલુભાઈને ઇજાઓ થઈ હતી જેથી કરીને ત્રણેય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને કારચાલક સ્થળ ઉપર જ પોતાની કાર છોડીને નાસી છૂટ્યો હતો જેથી કરીને ભોગ બનેલા રઘુભાઈ પઢિયાર દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારના ચાલકની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News