મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ દ્વારા ૫૦૦૦૦ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું


SHARE







મોરબી જીલ્લા ભાજપ દ્વારા ૫૦૦૦૦ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સાંસદ મોહનભાઇ કુંડારિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં તિરંગા વિતરણનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો અને આ અભિયાન અંતર્ગત ૫૦૦૦૦ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ તકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપાના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપાના પ્રમુખ લાખાભાઈ જારીયા,મોરબી તાલુકા ભાજપા પ્રમુખ અરવીંદભાઈ વાંસદળીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, જિલ્લા યુવા મોરચાના માજી પ્રમુખ રવિભાઈ સનાવડા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલ ઘોડાસરા તથા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જયદીપભાઈ હુંબલ, તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઈ દેસાઇ, રુચિરભાઈ કારિયા, નલિનભાઈ ભટ્ટ, કાજલબેન ચંડીભમ્મર, સહિત જિલ્લા, શહેર અને તાલુકા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર ર્હતા હતા અને લોકોને ૫૦૦૦૦ તિરંગા આપવામાં આવ્યા હતા

તિરંગો લહેરાવી સેલ્ફી મોકલાવો

ભારત સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવનાર છે જે અંગે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા WWW.HARGHARTIRANGA.COM નામની વેબસાઈટનું નિર્માણ કરવામાં આવનાર આવેલ છે. જેથી મોરબી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો રાષ્ટ્રધ્વજ સાથે પોતાની સેલ્ફી આ વેબસાઈટ ઉપર અપલોડ કરે અને આ અભિયાનને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપે તે મહત્વનું છે. આ વેબસાઈટ અને સોશિયલ મીડિયા ઉપર પણ અધિકૃત #HARGHARTIRANGA નો ઉપયોગ કરવા અંગે નાગરિકોને જાગૃત બની આ અભિયાનમાં સહભાગી બનવા નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે.

રાષ્ટ્ર ધ્વજ રાત-દિવસ લહેરાવી શકાશે

ભારતીય રાષ્ટ્રધ્વજનો ઉપયોગ/પ્રદર્શન તેમજ રાષ્ટ્રધ્વજને ફરકાવવું એ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદો, ૧૯૭૧ અને ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ દ્વારા નિયમન થાય છે. જેની માહિતી ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.mha.gov.in પર આપેલ છે. સક્ષમ સત્તાધિકારીની મંજૂરીથી, ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ ના ભાગ-૨ ના ફકરા ૨.૨ના કલમ (xi) માં સુધારો કરવામાં આવ્યો છે. જે સુધારા મુજબ જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે અથવા જાહેર સભ્ય/વ્યક્તિના ઘર પર પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે તેમજ દિવસ તથા રાત દરમિયાન પણ ફરકાવી શકાશે તેવું નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર દ્વારા જણાવાયું છે.
 






Latest News