મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પડેલ આઇટીની રેડમાં બીજા દિવસે કાર્યવાહી ચાલુ: ૨૦૦ કરોડના હિસાબી ગોટાળા !


SHARE







મોરબીમાં પડેલ આઇટીની રેડમાં બીજા દિવસે કાર્યવાહી ચાલુ: ૨૦૦ કરોડના હિસાબી ગોટાળા !

મોરબીના જાણીતા કયુટોન ગ્રુપ ઉપર આઇટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પોટલા મોઢે દસ્તાવેજો જપ્ત કર્યા છે અને ૨૦૦ કરોડના હિસાબી ગોટાળા સામે આવે તેવી શકયતા છે.

આવકવેરા ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે, મોરબી ઉપરાંત રાજકોટ અને અમદાવાદમાં પણ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ૨૦૦ કરોડના હિસાબી ગોટાળા દર્શાવતા દસ્તાવેજો મળ્યા છે. પોટલામોઢે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ડીજીટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં કેટલીક શંકાસ્પદ અને વાંધાજનક ગુપ્ત માહિતી હોવાના સંકેત છે. અને હવાલાની શંકાના આધારે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કંપની દ્વારા મોટાપ્રમાણમાં નિકાસ કરવામાં આવતી હોવાના કારણે હવાલા વ્યવહારોની પણ શંકા છે. આ સિવાય ટેક્સ ચોરીનું રેકેટ સામે આવે તેવી શકયતા છે અને ફેકટરીમાંથી બીલ બનાવ્યા વગર જ માલ બહાર મોકલવામાં આવ્યો હોવાનું પણ અધિકારીને ધ્યાને આવેલ છે

ગોહાટી, કોલકાતા, દિલ્હી ઉપરાંત વિદેશોમાં સ્પેન અને બ્રિટનમાં પણ કંપનીની ઓફીસો છે. અને વાર્ષિક ૮૦૦ કરોડનું ટર્નઓવર આ કંપનીનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને ચોપડે નહીં બતાવેલી એન્ટ્રીઓની પણ વિગતો ધ્યાને આવેલ છે અને કંપનીની જુદા-જુદા શહેરોમાં ૧૧  સેલ્સ ઓફીસ છે ત્યાં પણ તપાસ લંબાવવામાં આવશે. ડીલરો તથા ડીસ્ટ્રીબ્યુટરોને વેચાણ કરતી વખતે ઓન મનીની સાથે ચેક પણ લેવામાં આવતા હતા અને બિલીંગ સિસ્ટમમાં હિસાબી ગોટાળાની તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ ઇન્કમટેક્સના એડીશનલ ડાયરેક્ટર (ઇન્વેસ્ટીગેશન) દ્રૌપસિંહ મીનાના સુપરવીઝન હેઠળ હાથ ધરવામાં આવેલા દરોડા અંતર્ગત રાજકોટ, મોરબી અને અમદાવાદ તથા ચંદીગઢ જેવા શહેરોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.






Latest News