મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધના હાથમાંથી ૧.૭૫ લાખની થેલી ઝૂંટવી જવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં વૃદ્ધના હાથમાંથી ૧.૭૫ લાખની થેલી ઝૂંટવી જવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર સિનેમા પાસેથી થોડા દિવસો પહેલા વૃદ્ધ પોતાના હાથમાં કપડાની થેલીમાં રોકડા રૂપિયા અને કેબિનની ચાવી મૂકીને જતાં હતા ત્યારે અજાણ્યા શખ્સે તેની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ થયેલી ઝૂંટવી લીધી હતી જેથી કરીને વૃદ્ધ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧.૭૫  લાખ રૂપિયા રોકડા તેમજ કેબીનની ચાવીની થેલીની ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં ત્રાજપર ધાર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ નાગજીભાઈ ગણેશિયા જાતે કોળી (૬૫) ગત તા. ૮ ના રોજ સવારે ૬ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કેબિન તરફ જઈ રહ્યા હતા અને ત્યારે તેના હાથમાં કપડાની થેલી હતી જેમાં રોકડા રૂપિયા ૧.૭૫ લાખ તેમજ દુકાનની ચાવી હતી આ થેલી અજાણ્યા શખ્સ દ્વારા આંચકીને ઝૂંટવી લેવામાં આવી હતી અને થેલી લઈને તે નાસી ગયો હતો જેથી કરીને ઘરમેળે તપાસ કરવામાં આવી છતાં પણ કોઈ જગ્યાએથી થેલી લઈને નાસી ગયેલા શખ્સનો પતો લાગ્યો ન હતો જેથી ભોગ બનેલા દેવજીભાઈ ગણેશિયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં સાગરભાઈ રાજેશભાઈ આગેચાણીયા કોળી (૨૪) રહે.ત્રાજપર ધાર વિસ્તાર કુબેર ટોકીઝ પાછળ મોરબી-૨ અને શંકરભાઇ ભરતભાઇ ઉપસારીય કોળી (૧૮) રહે.નવા ધરમપુર તા.મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદામાલને રિકવર કરવામાં આવેલ છે આ ગુનામાં તેમની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ સંડોવાયેલ હોવાની પકડાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપેલ છે.

મજુર સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર જૂની પીપળી ગામ પાસે આવેલ એલિક્ષ સિરામિક નામના યુનિટમાં ત્યાં રહીને મજુરી કામ કરતા સંજયસિંહ હિરાસિંહ નામના ૪૦ વર્ષીય પરપ્રાંતિય યુવાનને ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વાઘપર ગામે રહેતો વિનોદ હુમલાભાઈ ડામોર નામનો ૨૧ વર્ષનો યુવાનના વાઘપરથી જેતપર જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.

નવલખી બંદરે અકસ્માત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા વવાણીયા ગામે રહેતા ઈકબાલ ઈસ્માઈલભાઈ સાઈચા નામના ૫૫ વર્ષના ઈધેડ નવલખી બંદર પાસે ટ્રકમાં ઉપરના ભાગે કામ સબબ ચડ્યા હતા ત્યારે તેઓ કોઈ કારણોસર ટ્રકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.




Latest News