મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓ સહિત બાર પોલીસની ઝપટે ચડયા


SHARE









મોરબીના નવલખી રોડ ઉપર જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓ સહિત બાર પોલીસની ઝપટે ચડયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટકથી અંદર આવેલા લાઈન્સનગર વિસ્તારમાં રાઉન્ડ દરમિયાન રામપાન વાળી શેરીમાં જાહેરમાં બે કુંડાળાઓમાં બેસીને જુગાર રમવામાં આવતો હોવાનું જાણવા મળતા ત્યાં જઈને જગ્યાને કોર્ડન કરી હતી ત્યારે છ મહિલાઓ અને છ પુરુષો બે ફિલ્ડમાં જુગાર રમતા મળી આવ્યા હતા.જેમા કુલ ૧૨ પતાપ્રેમીઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ગઈકાલે રાઉન્ડમાં હતો અને તેઓ જ્યારે નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં લાયન્સનગરમાં રામપાન વાળી શેરી પાસે પહોંચ્યા હતા ત્યારે ત્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે બે જુદાજુદા કુંડાળા (ફિલ્ડ) બનાવીને જાહેરમાં સ્ત્રી પુરુષો દ્વારા જુગાર રમવામાં આવતો હોય તેઓને કોર્ડન કરવામાં આવ્યા હતા અને તેઓની જુગારધારા હેઠળ અટકાયત કરવામાં આવેલ છે.હાલમાં પોલીસે બે જુદા જુદા ગુના દાખલ કરીને જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફિરોજ હાજી ખુંભિયા (૨૬) રહે.રણછોડનગર, ચિરાગ ભાઈલાલ જોશી (૨૧) રહે.ચરમરીયા દાદાના મંદિર પાસે લાયન્સનગર, પ્રશાંત બળદેવ નિમાવત (૨૨) રહે.ચરમરીયા દાદાના મંદિર પાસે લાયન્સનગર, કરીમ બાલુ બ્લોચ (૪૨) રહે.બોરીચાવાસ યદુનંદન ગૌશાળા પાસે અને રેખાબેન હરેશ બળદેવભાઈ ગોસ્વામી (૩૭) રહે.લાયન્સનગર રામ પાનવાળી શેરીવાળાઓને રોકડા રૂપિયા ૧૨,૬૩૦ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

તે રીતે જ બાજુમાં અન્ય એક ફિલ્ડમાં જુગાર રમી રહેલ પંકજ ઉર્ફે લાલો જીવરાજ પરમાર (૨૫) રહે ભીમરાવનગર વીસીપરા, સંજય મુકેશ ડાભી (૨૦) હાલ રહે.લાલપર મુળ રહે.રાસંગપર, લલીતાબેન બળદેવ નાથાભાઇ નિમાવત (૪૮) રહે.સરમરીયા દાદા મંદિર પાસે લાયન્સનગર, નિમુબેન નાનજી મગનભાઇ ગોહિલ (૩૬) રહે.રામપાન વાળી શેરી લાયન્સનગર, લીલાબેન હમીરભાઈ રાણાભાઇ મકવાણા (૩૦) રહે.ધારી તાલુકો ચિતલ જી.અમરેલી, સંગીતાબેન શૈલેષ ઇન્દરીયા જાતે કોળી (૩૭) હાલ રહે.લાઈન્સનગર શ્રીરામ પાનવાળી શેરી મૂળ રહે.મોટા દહીસરા અને શર્મિષ્ઠાબેન ગિરધરભાઈ ઇશ્વરભાઇ પટેલ (૫૩) રહે.મોરબીની રોકડા રૂપિયા ૧૦,૨૮૦ સાથે ધરપકડ કરીને તમામ સામે જૂગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે એલઇ કોલેજના રસ્તે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા ભરત ભવનભાઈ દેવીપુજક નામના ૩૦ વર્ષના યુવાનને પાડાપુલ નીચે કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા ચક્રબહાદુર પૂરેબહાદુર રાવલ નામના ૩૯ વર્ષના યુવાનને હરેશ નામના ઇસમે માથામાં મોબાઇલ મારતા ઈજાઓ થવાથી ચક્રબાદુર નામના યુવાનને પણ સારવાર માટે ખસેડાયો હતો જેથી હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News