મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

રક્ષાબંધને કાળનો ભેટો: માળીયા (મી)ના વિરવિદારકા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા દંપતીનું મોત, બાળક સહિત બે સારવારમાં


SHARE









રક્ષાબંધને કાળનો ભેટો: માળીયા (મી)ના વિરવિદારકા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા દંપતીનું મોત, બાળક સહિત બે સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ વીર વિદરકા ગામના પાટીયા પાસે રાત્રિ દરમિયાન પસાર થતા બાઇકને અજાણ્યા વાહને લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ દંપતી અને બાળક સહિતના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી તેમાંથી દંપતીનું મોત નીપજ્યું છે અને બાળક સહિતના બે વ્યક્તિઓ સારવાર હેઠળ છે જેથી કરીને માળીયા તાલુકા પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

ગઈકાલે રક્ષાબંધનનો દિવસ હોય બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે આવી જ રીતે મૂળ એમપીના રંગપુરા ગામના રહેવાસી અને હાલમાં માળીયા તાલુકાનાં વધારવા ગામે મૂળરાજસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં વેલસિંગભાઇ મંગલસિંગભાઈ રાઠવા જાતે આદિવાસી (ઉમર ૩૩) અને તેના પત્ની રજીબેન વેલસિંગભાઈ રાઠવા (ઉમર ૩૦) તેમના દીકરા મનીષ વેલસિંગ (ઉમર ૫) અને કૌટુંબિક સાળા માનસિંગભાઈ સાથે એક જ બાઈક ઉપર વાધરવા ગામથી બહાર ગયા હતા અને ત્યાંથી પરત આવતા સમયે રાત્રિના આગિયારેક વાગ્યાના અરસામાં વીરવિદરકા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહને તેઓના બાઈકને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં દંપતી અને તેનો દીકરો સહિતના ચારેયને ઇજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ વેલસીંગભાઇ રાઠવા તથા તેમના પત્ની રજીબેન રાઠવાનું મોત નીપજયું હતું. જોકે માનસિંગભાઈ અને વેલસીંગભાઇના દીકરા મનીષને ઇજાઓ થયેલ હોવાથી પ્રથમ તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા માળીયા પોલીસ મથકના સંજયભાઇ બાલાસરા અને રાયટર કિશોરભાઈ છૈયા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રક્ષાબંધન હોવાથી રજીબેન રાખડી બાંધવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માતનો બનાવ બનતા દંપતિનું મોત નીપજયું છે અને બાળક સહિત બે વ્યક્તિઓ હાલમાં રાજકોટ ખાતે સારવાર હેઠળ છે.જેથી કરીને માળીયા તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે આગળની તજવીજ શરૂ કરેલ છે.




Latest News