મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો વન મહોત્સવ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયો


SHARE









મોરબી જિલ્લા કક્ષાનો વન મહોત્સવ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયો

મોરબી વન અને પર્યાવરણ વિભાગ તેમજ સામાજીક વનીકરણ વિભાગ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અઘ્યક્ષસ્થાને ૭૩ માં વન મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૨નું આયોજન માનવમંદિર- લજાઈ  ખાતે કરવામાં આવ્યું હતું.

વન મહોત્સવ એટલે પ્રકૃતિના સંવર્ધનનો ઉત્સવ. દર વર્ષે સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસંધાને મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન  રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતા હેઠળ ટંકારા તાલુકાના લજાઈ ખાતે માનવમંદિરના પટાંગણે કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ કહ્યું હતું હતું કે, પર્યાવરણની સમતુલા માટે વૃક્ષા રોપણ તેમજ વન સંવર્ધન ખૂબ જ જરૂરી છે. સંસ્કૃતિની ધરોહર સમી આપણી આ વનરાજીના સંરક્ષણમાં સૌને પોતાનો ફાળો આપવા માટે અપીલ કરી હતી.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ઓક્સિજન માટે વૃક્ષો ખૂબ જ મહત્વના છે. લોકો જેટલા શક્ય હોય તેટલા વૃક્ષો વાવે અને તેનું જતન કરે તે પણ ખૂબ જરૂરી છે. દેશ આઝાદ થયાને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે મોરબી જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું આયોજન છે. જે અંતર્ગત માનવમંદિર નજીકના તળાવને પણ મનરેગા હેઠળ અમૃત સરોવર તરીકે વિકસિત કરી શકાય તેવી મંત્રેશ્રીએ શક્યતા વ્યક્ત કરી હતી. વધુમાં ત્યાં માનવ મંદિરના વડિલો તથા ગ્રામજનો કુદરતને માણી શકે તે માટે તળાવના પાળે વોકિંગ પાથ તેમજ બાંકડાઓનું નિર્માણ કરી વધુ સારુ આયોજન કરી શકાય તેવું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, વૃક્ષા રોપણ એ માનવ કલ્યાણ માટેનું શ્રેષ્ઠ કાર્ય છે. સારા આરોગ્ય માટે વાડી, ઘર વગેરે જગ્યાએ વૃક્ષો વાવી તેનું જતન કરી ખરા અર્થમાં આ વન મહોત્સવને સાર્થક બનાવીએ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ તેમજ પ્રકૃતિ સંવર્ધન માટે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડાસોલાએ કર્યું હતું અને કલેક્ટર જે.બી.પટેલ સહિતના અધિકારીઓએ, માનવમંદિર સંસ્થાના પ્રમુખ પોપટલાલ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, સંસ્થાના મંત્રી પી.એ. ગોહિલ, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, પ્રવિણભાઈ ભાલોડીયા, ગોપાલભાઈ સનાળીયા સહિતના હાજર રહ્યા હતા




Latest News