મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૧૪મી ઓગસ્ટે મોરબી જિલ્લાના પ્રવાસે


SHARE









રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૧૪મી ઓગસ્ટે મોરબી જિલ્લાના પ્રવાસે

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૧૪ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ સવારે ૯ કલાકે ઉમિયા સર્કલ, શનાળા રોડ ખાતે મોરબી નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત હર ઘર તિરંગા સંદર્ભે ૧૦૮ ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ તથા અન્ય વિકાસ કામોના ખાતમુહુર્ત/લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને બપોરે ૧૨ કલાકે મોરબીમાં સ્ટેશન રોડ ખાતે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન, દિન દયાલ અંત્યોદય યોજના અન્વયે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૭:૦૦ કલાકે નહેરૂ ગેઈટ ખાતે લાઇટિંગ શો તથા અન્ય વિકાસ કામોના ખાતમુહુર્ત/લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તિરંગા લહેરાવવા જયસુખભાઈ પટેલની અપીલ

રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા તમામ નાગરિકોને અપીલ કરતાં ઑરેવા ગૃપના ઓનરશ્રી જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયા ને ૭૫ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીન કા અમૃત મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હર ઘર પર તિરંગા લહેરાવવા અપીલ કરી છે તેણે હવે હર ઘર તિરંગા મહાઅભિયાનનું રૂપ ધારણ કર્યું છે. લોકો સ્વયં રીતે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન મોરબીની જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે, દરેક ઘર તથા તમામ જગ્યાઓએ સાથે મળીને તિરંગો લહેરાવીએ અને ચાલો આઝાદી કા અમૃત મહોત્સવને સાર્થક બનાવીએ.

પ્રેમસ્વામીજીની લોકોને અપીલ

મોરબી સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમસ્વામીજીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે મોરબીની જનતાને ઘર ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે આ વર્ષને સમગ્ર રાષ્ટ્રમાં આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યુ છે. તો આપણે સૌએ પણ તિરંગો લહેરાવવો જોઈએ તેવી અપીલ કરેલ છે




Latest News