મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો વન મહોત્સવ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયો


SHARE







મોરબી જિલ્લા કક્ષાનો વન મહોત્સવ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયો

મોરબી વન અને પર્યાવરણ વિભાગ તેમજ સામાજીક વનીકરણ વિભાગ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અઘ્યક્ષસ્થાને ૭૩ માં વન મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૨નું આયોજન માનવમંદિર- લજાઈ  ખાતે કરવામાં આવ્યું હતું.

વન મહોત્સવ એટલે પ્રકૃતિના સંવર્ધનનો ઉત્સવ. દર વર્ષે સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસંધાને મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન  રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતા હેઠળ ટંકારા તાલુકાના લજાઈ ખાતે માનવમંદિરના પટાંગણે કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ કહ્યું હતું હતું કેપર્યાવરણની સમતુલા માટે વૃક્ષા રોપણ તેમજ વન સંવર્ધન ખૂબ જ જરૂરી છે. સંસ્કૃતિની ધરોહર સમી આપણી આ વનરાજીના સંરક્ષણમાં સૌને પોતાનો ફાળો આપવા માટે અપીલ કરી હતી.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કેઓક્સિજન માટે વૃક્ષો ખૂબ જ મહત્વના છે. લોકો જેટલા શક્ય હોય તેટલા વૃક્ષો વાવે અને તેનું જતન કરે તે પણ ખૂબ જરૂરી છે. દેશ આઝાદ થયાને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે મોરબી જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું આયોજન છે. જે અંતર્ગત માનવમંદિર નજીકના તળાવને પણ મનરેગા હેઠળ અમૃત સરોવર તરીકે વિકસિત કરી શકાય તેવી મંત્રેશ્રીએ શક્યતા વ્યક્ત કરી હતી. વધુમાં ત્યાં માનવ મંદિરના વડિલો તથા ગ્રામજનો કુદરતને માણી શકે તે માટે તળાવના પાળે વોકિંગ પાથ તેમજ બાંકડાઓનું નિર્માણ કરી વધુ સારુ આયોજન કરી શકાય તેવું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કેવૃક્ષા રોપણ એ માનવ કલ્યાણ માટેનું શ્રેષ્ઠ કાર્ય છે. સારા આરોગ્ય માટે વાડીઘર વગેરે જગ્યાએ વૃક્ષો વાવી તેનું જતન કરી ખરા અર્થમાં આ વન મહોત્સવને સાર્થક બનાવીએ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ તેમજ પ્રકૃતિ સંવર્ધન માટે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડાસોલાએ કર્યું હતું અને કલેક્ટર જે.બી.પટેલ સહિતના અધિકારીઓએ, માનવમંદિર સંસ્થાના પ્રમુખ પોપટલાલ કગથરાઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલાસંસ્થાના મંત્રી પી.એ. ગોહિલ, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાપ્રવિણભાઈ ભાલોડીયાગોપાલભાઈ સનાળીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News