વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિરવિદારકા પાસે દંપતીને કચડી નાખનારા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









માળીયા (મી)ના વિરવિદારકા પાસે દંપતીને કચડી નાખનારા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ વીર વિદરકા ગામના પાટીયા પાસે ગુરૂવારે રાત્રિ દરમિયાન પસાર થતા બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને બાઈક ઉપર જઈ રહેલ દંપતી અને બાળક સહિતના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી તેમા દંપતીને ટ્રક ચાલકે કચડી નાખ્યા હોવાથી તે બંનેનું મોત નીપજ્યું હતુ અને બાળક સહિતના બે વ્યક્તિઓ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાને અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે આવી જ રીતે મૂળ એમપીના રંગપુરા ગામના રહેવાસી અને હાલમાં માળીયા તાલુકાનાં વધારવા ગામે મૂળરાજસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં વેલસિંગભાઇ મંગલસિંગભાઈ રાઠવા જાતે આદિવાસી (૩૩) અને તેના પત્ની રજીબેન વેલસિંગભાઈ રાઠવા (૩૦) તેમના દીકરા મનીષ વેલસિંગ (૫) અને કૌટુંબિક સાળા માનસીંગ ભુરૂભાઇ ગોરવાલ જાતે ભીલ (૫૦) સાથે એક જ બાઈક ઉપર વાધરવા ગામથી બહાર ગયા હતા અને ત્યાંથી પરત આવતા સમયે રાત્રિના આગિયારેક વાગ્યાના અરસામાં વીરવિદરકા ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો.

ત્યારે ટ્રક ચાલકે વેલસિંગભાઇ મંગલસિંગભાઈ રાઠવા અને તેના પત્ની રજીબેન વેલસિંગભાઈ રાઠવાના માથા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલને ફેરવી દીધા હતા જેથી કરીને તે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જો કે, તેઓના દીકરા અને ફરિયાદી યુવાનને ઇજા થયેલ હોવાથી તેઓને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને હાલમાં આ બનાવમાં માળીયા પોલીસ સ્ટેશને માનસીંગ ભુરૂભાઇ ગોરવાલએ અજાણ્યા ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે વધુમાં માળીયા પોલીસ સ્ટેશનના સંજયભાઇ બાલાસરા અને રાયટર કિશોરભાઈ છૈયા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રક્ષાબંધન હોવાથી રજીબેન રાખડી બાંધવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતનો બનાવ બનતા દંપતિનું મોત નીપજયું છે અને બાળક સહિત બે વ્યક્તિ રાજકોટ ખાતે સારવાર હેઠળ છે.




Latest News