મોરબી સહિત ગુજરાતમાં કરોડોનો દારૂ ઘુસાડનાર કુખ્યાત બુટલેગરના રાઇટ હેન્ડને એલસીબીની ટીમે દબોચ્યો
મોરબીના ઉદ્યોગપતિ પાસે લાખો રૂપિયાની ખંડણી માંગનાર ગેંગનો એક બિહારી શખ્સ પકડાયો: ત્રણને પકડવા તજવીજ
SHARE
મોરબીના ઉદ્યોગપતિ પાસે લાખો રૂપિયાની ખંડણી માંગનાર ગેંગનો એક બિહારી શખ્સ પકડાયો: ત્રણને પકડવા તજવીજ
મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે દ્વારા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી અને અજાણ્યા શખ્સ દ્વારા ઉદ્યોગકારના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો પણ મોકલાવવામાં આવ્યા હતા તેમજ રૂપિયા બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી અને જો રૂપિયા ન મોકલાવે તો ઉદ્યોગપતિ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે હાલમાં મૂળ બિહારના એક શખ્સની ધરપકડ કરલે છે અને બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
મુળ કાંન્તીપુરના રહેવાસી અને હાલમાં નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જાતે પટેલ (૩૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા ખંડણીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેઓના મોબાઈલ ફોન ઉપર ગત તા.૨૯/૦૭/૨૦૨૨ ના કલાક ૦૨/૧૨ થી સાંજના પાંચેક વાગ્યા દરમ્યાન મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને વોટસએપ ઓડીયો કોલ્સ આવ્યો હતો અને ત્યાર બાદ વોટસએપમાં ઓડીયો, વિડીયો મેસેજ મોકલાવીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી
આટલું જ નહીં મોરબીના ઉદ્યોગકાર પાસે ખંડણી માંગનારા શખ્સે તેના વોટસએપમાં SBI બેન્કના એકાઉન્ટ નંબર 20421021127, IFSC-SBI0000190 તથા PAYTM . CHANDAN KUMAR 7766946803 મોકલીને બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી અને જો રૂપિયા ૨૫ લાખ નહી આપે તો ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઉદ્યોગકારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને મોબાઇલ નંબર ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો સેન્ડ કરનારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૭ ૫૧૧ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી
દરમ્યાન પોલીસ દ્વારા ટેકનીકલ માધ્યમોથી આરોપી સુધી પહોંચવા માટેનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો અને હાલમાં પોલીસ ઉદ્યોગકારને મોબાઈલ ફોન ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો મોકલાવીને તેની પાસેથી ૨૫ લાખની ખંડણી માંગવાના ગુનામાં અમરૂમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) રહે, હાલ નારોલ અલહબીબ એસ્ટેટ અમદાવાદ મૂળ રહે. જેકટીયા મમૈણીયા તાલુકો બેનિયા પશ્ચિમ ચંપારણ બિહાર વાળાને રોકડા ૪૦૦૦૦ રૂપિયા તેમજ મોબાઈલ સાથે ઝડપી લીધેલ છે અને કોરોના ટેસ્ટ પછી તેની પોલીસ દ્વારા ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરેલ છે
આ ગુનામાં હાલમાં દબોચેલા આરોપીનો ભાઈ કલીમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) રહે, જેકટીયા મમૈણીયા તાલુકો બેનિયા પશ્ચિમ ચંપારણ બિહાર વાળાને તેમજ અન્ય બે આરોપીને પકડવાના છે વધુમાં પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ કલીમુલ્લા મોમતાઝ મુસ્લિમને જુદીજુદી કંપનીના મોબાઈલ સિમ કાર્ડ, પાસબુક, એટીએમ કાર્ડ તેમજ રોકડ દોઢ લાખ સાથે ત્યાંની પોલીસે હાલમાં પકડ્યો છે તેનો મોરબી પોલીસ દ્વારા આગામી દિવસોમાં બિહાર પોલીસ પાસેથી કબ્જો લેવામાં આવશે
વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બિહાર ખાતે પકડાયેલ કલીમુલ્લા મોમતાઝ અન્સારી જાતે મુસ્લિમ અને અમદાવાદ ખાતેથી પકડાયેલ તેનો ભાઈ સહિતની આખી ગેંગ કાર્યરત છે અને તેઓ જુદી જુદી રીતે લોકોને સોશિયલ મીડિયા અને ગૂગલ પ્લેટફોર્મ ઉપરથી નંબર સહિતની માહિતી મેળવીને તેઓનો સંપર્ક કરતાં હતા અને લોટરી લાગી છે, લકી ડ્રોમાં નામ નીકળ્યું છે, બાઈક જીતવા, કોન બનેગા કરોડપતિમાં ભાગ લેવા સહિત અન્ય બાબતોની લોભામણી સ્કીમ આપવામાં આવતી હતી તેમજ ઘણાને ડરાવી, ધમકાવી કે લાલચમાં લઈને તેઓની પાસેથી પૈસા પડાવવાની કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે
બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મજોલીયા જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી કલમો હેઠળ કુલ ૪૬ આરોપીઓ સામે ગુના દાખલ થયેલ છે જે ગુનામાં પણ મોરબી પોલીસે પકડેલ અમરૂમુલ્લા મોમતાઝ અન્સારી નાસ્તો ફરતો હતો તેઓની મોર્ડસ ઓપરેટી જોઈએ તો બિહાર ખાતે પકડાયેલ કલીમુલ્લા મોમતાઝ અન્સારી તથા અન્ય નહીં પકડાયેલા સાગરીતો જેમાં અમદાવાદ ખાતેથી પકડાયેલા અમરૂમુલ્લા મોમતાઝ અન્સારી, મિરાજ સોયબંસારી અન્સારી, અનુસુકુમાર મેનેજર પટેલ રહે. બધા જોકટિયા વાળા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ વગેરેને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા કોલિંગ કરીને ડરાવી ધમકાવીને અલગ અલગ રીતે પૈસા પડાવતા હતા અને અલગ અલગ વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ નંબરો મેળવીને તેઓના એટીએમ કાર્ડ મેળવીને બેંક સાથે પોતાના નંબર લીંક કરી નાણા મેળવી લેવાની એમો ધરાવતા હોવાનું ખુલ્યું છે
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એએસપી અતુલ બંસલ તેમજ ડીવાયએસપી પઠાણના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા અને એન.બી.ડાભી તેમજ એમ.પી.પંડયા તેમજ પીએસઆઇ એન.એચ.ચુડાસમા, પી.જી.પનારા, એ.ડી.જાડેજા તેમજ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા AHTU મોરબીના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.









