મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો


SHARE







મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો

મોરબી શહેર ભાજપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ આજે તિરંગા વિતરણનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તેને ટીમ દ્વારા મોરબી શહેરના દરેક રોડ ઉપર તિરંગા લોકોને આપવામાં આવ્યા હતા અને લોકોને આ તિરંગા તેમના ઘર અને દુકાનો ઉપર લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદ વાંસડિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર, શહેર ભાજપ મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝરિયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકાના ચેરમેનો અને સભ્યો અને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આજથી મોરબીમાં આવેલ મોટાભાગની સરકારી કચેરી ઉપર પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે તો લીલાપર ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ડો.હિરલ ઓઝા, અક્ષયગીરી, ગુલશાનાબેન દ્વારા પણ ત્યાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને આશા બહેનો  દ્વારા ઘરે-ઘરે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા રાજપર પીએચસીના રવાપર, લખધીર નગર ખાનપર, ચાચાપર ,થોરાળા, સનાળા, તમામ સેન્ટરે પણ તિરંગો  લહેરાવવામાં આવ્યો છે






Latest News