વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં હવે ખાનગી શાળાના સંચાલકના દીકરાનું અપહરણ કરવાની ધમકી


SHARE









મોરબીમાં હવે ખાનગી શાળાના સંચાલકના દીકરાનું અપહરણ કરવાની ધમકી

મોરબીમાં ઉધોગપતિ પાસેથી ખંડણી માંગવામાં આવી હતી તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીના આવેલ ખાનગી શાળાના સંચાલકની પત્નીના મોબાઈલ ફોનમાં અજાણ્યા નંબર ઉપરથી આવ્યો હતો અને તેના દીકરીનું અપહરણ કરવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના રવાપર ગામે રહેતા અને ઘુનડા રોડ ઉપર આવેલ નવજીવન સ્કૂલના સંચાલક અતુલભાઈ પાડલીયાના પત્ની કિંજલબેનના મોબાઈલ પર શુક્રવારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને પાકિસ્તાનના મોબાઈલ નંબર પરથી આવ્યો હોવાનું સામે આવ્યું છે જે વ્યક્તિએ ફોન કર્યો હતો તેને હિન્દી ભાષામાં ધમકી આપી હતી જેથી કિંજલબેને ફોન કાપી નાખ્યો હતો થોડીવાર બાદ તેમના વ્હોટ્સએપમાં તેઓના અને તેના દીકરાનો ફોટો મોકલવ્યો હતો અને “તેરે લડકે કી પૂરી ડીટેલ હમારે પાસે હૈ, આજ રાત તેરે બેટે કો ઉઠા લેગે” ધમકી આપવામાં આવી હતી જે બનાવની જાણ તેને પોતાના પતિ અતુલભાઇને કરી હતી જેથી કરીને અતુલભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને મોરબી એલસીબી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ટેકિનકલ ટીમને કામે લગાડીને આરોપીઓનું લોકેશન મેળવવા માટેની અને ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News