વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો


SHARE









મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે આજે મોરબીમાં ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડા અને મોહનભાઇ કુંડારિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના હોદેદારો, પદાધિકારીઓ તેમજ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હાજર રહ્યા અત્રે ઉલેખનીય છે કે, પાલિકા દ્વારા મોરબીમાં કાયમી ધોરણે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાઈ તે માટે શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા ચોક ખાતે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટેનું આયોજન કરવામાં અવાયું હતું અને આજે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તેનું લોકાર્પણ કર્યું હતું તેની સાથોસાથ ૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. અને પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ૧૦૮ ફૂટની ઊંચાઈએ મોરબીમાં હવે કાયમી તિરંગો લહેરાશે.




Latest News