વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી


SHARE









વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે ખેડૂતોના ખેતરોએ મૂકવામાં આવેલ વીજ મોટરો ચાલુ કરવા માટે થઈને પાથરવામાં આવેલા વીજ વાયરોની ચોરી કરવામાં આવતી હોય છે આવી જ ઘટના વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં બની છે અને મેસરિયા ગામના છ જેટલા ખેડૂતોના ખેતરોમાં વીજ મોટર ચાલુ કરવા માટે પાથરવામાં આવેલ વીજ વાયરોની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી છે જોકે હજુ આ મુદ્દે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભોલાભાઈ હીરાભાઈ પરમાર, માવજીભાઈ દાનાભાઈ ચાવડા, યાકુબભાઈ સાજીદભાઈ સેરસીયા, અનસભાઈ નુરમામદભાઈ સેરસીયા, મામદભાઈ અમીનભાઇ વડાવીયા અને રામભાઈ માનસૂરભાઈ બાબરીયાના ગામની સીમમાં ખેતરો આવેલા છે અને પોતાના ખેતર સુધી વીજ પુરવઠો લઈ જવા માટે અને ત્યાં મૂકવામાં આવેલ વીજ મોટરોને ચાલુ કરવા માટે થઈને વીજ લાઈન પાથરવામાં આવી હતી આ વીજ વાયરની ગત ગુરુવારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે અને અંદાજે 25 થી 30 હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી કરવામાં આવી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની ભોગ બનેલા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી પહોંચી હતી તેમ છતાં હજુ સુધી ચોરીના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે




Latest News