મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના આમરણમાં ધંધાની હરીફાઈમાં યુવાનને માર મારનાર બે શખ્સની ધરપકડ


SHARE







મોરબીના આમરણમાં ધંધાની હરીફાઈમાં યુવાનને માર મારનાર બે શખ્સની ધરપકડ

મોરબી તાલુકાના આમરણ ગામે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સો દ્વારા ઢીકા પાટુનો માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે શખ્સોની ધરપકડ કરેલ છે.


મોરબીના આમરણ ગામે ડાયમંડનગરમાં રહેતા મહેશભાઈ મનસુખભાઈ બોડા જાતે પટેલ (૪૫) એ થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાસમભાઈ નજુભાઈ તૈલી અને ભોલો નજુભાઈ તૈલી રહે.બંને આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આમરણ પાસે હતા ત્યારે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને જેમ ભાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહેશભાઈ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મારામારીના ઉપરોક્ત બનાવવામાં એ.એમ.જાપડીયા દ્વારા કાસમ નઝમણભાઈ તૈલી જાતે મુસ્લિમ (૩૫) અને ગુલામહુસેન ઉર્ફે ભોલો નઝમલભાઈ તૈલી જાતે મુસ્લીમ (૩૦) રહે.બંને દાવલશાવાસ આમરણ તા.જી.મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

યુવાન સારવારમાં
 
સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ કોંઢ ગામે રહેતો ભૂપત માધુભાઈ ચિત્રા જાતે કારડીયા રાજપુત નામનો ૨૦ વર્ષેનો યુવાન બાઇક લઈને જતો હતો.ત્યારે કોંઢ અને લીયા ગામની વચ્ચે તેના બાઈકને ઓટો રીક્ષા ચાલકે હડફેટે લેતા ઈજાઓ થવાથી ભુપતભાઈને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ જીવરાજભાઈ ચાવડા નામનો ૪૦ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે શનાળા રોડ ઉપર તેનું બાઈક ગાયની સાથે અથડાતા ઈજાઓ થવાથી પ્રકાશભાઈને સારવારમાં ખસેડાયા હતા(શહેરમાં મુખ્ય માર્ગો ઉપર રઝડતા ઢોર જીવલેણ બને તે પુર્વે તેની વ્યવસ્થા કરવા લોકમાંગ ઉઠી રહી છે.) તેમજ મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર રહેતા જ્યોતિબેન ઈશ્વરભાઈ રાઠોડ નામની ૨૦ વર્ષીય મહિલાએ ભૂલથી ઝેરી દવા પી લેતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.





Latest News