મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથે બોલાચાલી થતા ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત


SHARE









મોરબીમાં પતિ સાથે બોલાચાલી થતા ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત

મોરબી તાલુકાના મોટી વાવડી ગામે આવેલ વાડી વિસ્તારની વાડીમાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા પરિવારની પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના મોટીવાવડી ગામે સીમમાં આવેલ ગિરિરાજસિંહ સજુભા જાડેજાની વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા રસુભાઈ બારીયાના પત્ની ગીતાબેન (ઉંમર ૪૬) એ કોઈ કારણોસર તા.૧૪-૮ ના રોજ વાડીએ ઝેરી દવા પી લીધી હતી.જેથી તેણીને સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન ગીતાબેનનું મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ અધીકારી પીએસઆઇ ડી.વી.ડાંગર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરણીતાનો લગ્ન ગાળો સાત વર્ષનો હતો અને તે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી તેણીના ઈગલા લગ્નમાં છુટાછેડા થયા બાદ હાલમાં રસુભાઇ સાથે રહેતી હતી અને બે દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થયા બાદ તેણીએ અંતિમ પગલુ ભરી લેતા હાલમાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મારામારીમા ઈજા

મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ રાજપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાઓ થતા તોફીક ગફારભાઈ ઘાસડીયા નામના ૨૩ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામે દિનેશભાઈ ચનિયારાની વાડીએ કામ દરમિયાન ઝેરી સાપ કરડી જતા હેતરીબેન સરદારભાઈ બામણીયા નામની નવ વર્ષીય બાળકીને પણ સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ખાનપર ગામે રહેતા હંસરાજભાઈ ધરમશીભાઈ જીવાણી નામના ૭૧ વર્ષીય આધેડ પોતાનું બાઇક લઈને ઘરેથી વાળી(ખેતર) તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતી મિતલ વિનોદભાઈ ડાયાભાઈ કોળી (ઉમર ૧૩) નામની સગીરાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.




Latest News