મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગનાર બિહારીના ૧૮ મી સુધીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગનાર બિહારીના ૧૮ મી સુધીના રિમાન્ડ મંજૂર

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે દ્વારા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી અને અજાણ્યા શખ્સ દ્વારા ઉદ્યોગકારના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર મેસેજઓડિયો અને વિડીયો પણ મોકલાવવામાં આવ્યા હતા અને રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી જેની ફરિયાદના આધારે પોલીસે મૂળ બિહારના એક શખ્સની ધરપકડ કરી હતી અને તેને કોરટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના રિમાન્ડ મંજુર કરેલ છે


મોરબીના નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જાતે પટેલ (૩૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખંડણીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેઓના મોબાઈલ ફોન ઉપર મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને વોટસએપ ઓડીયો કોલ કરીને તેમજ ઓડીયોવિડીયો અને મેસેજ મોકલાવીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીનેખંડણી માંગનારા અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ઉદ્યોગકારને મેસેજ, ઓડિયો અને વિડીયો મોકલાવીને ખંડણી માંગનારા અમરૂમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) રહે, હાલ નારોલ અલહબીબ એસ્ટેટ અમદાવાદ મૂળ બિહાર વાળાની ઝડપી લીધો હતો અને તેના ભાઈ કલીમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) રહે, જેકટીયા મમૈણીયા તાલુકો બેનિયા પશ્ચિમ ચંપારણ બિહાર વાળા સહિત ત્રણ આરોપીને પક્દ્વના બાકી છે જો કે, અમરૂમુલ્લા મોમતાઝને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીને આગામી તા ૧૮ મી સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને પોલીસે આ ગેંગે કેટલાને શીશામાં ઉતાર્યા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News