મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધના હાથમાંથી થેલીની ચીલ ઝડપ કરનારા બે આરોપી જેલ હવાલે: એક બાળ સુધારણા ગૃહમાં મુકાયો


SHARE









મોરબીમાં વૃદ્ધના હાથમાંથી થેલીની ચીલ ઝડપ કરનારા બે આરોપી જેલ હવાલે: એક બાળ સુધારણા ગૃહમાં મુકાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર સિનેમા પાસેથી થોડા દિવસો પહેલા વૃદ્ધ પોતાના હાથમાં કપડાની થેલીમાં રોકડા રૂપિયા અને કેબિનની ચાવી મૂકીને જતાં હતા ત્યારે અજાણ્યા શખ્સે તેની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ થયેલી ઝૂંટવી લીધી હતી જેથી કરીને વૃદ્ધ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧.૭૫  લાખ રૂપિયા રોકડા તેમજ કેબીનની ચાવીની થેલીની ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બે આરોપીને પકડ્યા હતા તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં ત્રાજપર ધાર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ નાગજીભાઈ ગણેશિયા (૬૫) થોડા દિવસો પહેલા પોતાના ઘરેથી કેબિન તરફ જઈ રહ્યા હતા અને ત્યારે તેના હાથમાં કપડાની થેલી હતી જેમાં રોકડા રૂપિયા ૧.૭૫ લાખ તેમજ દુકાનની ચાવી હતી આ થેલી અજાણ્યા શખ્સ દ્વારા આંચકીને ઝૂંટવી લેવામાં આવી હતી અને થેલી લઈને તે નાસી ગયો હતો જેની દેવજીભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં સાગરભાઈ રાજેશભાઈ આગેચાણીયા કોળી (૨૪) રહે.ત્રાજપર ધાર વિસ્તાર કુબેર ટોકીઝ પાછળ મોરબી-૨ અને શંકરભાઇ ભરતભાઇ ઉપસારીય કોળી (૧૮) રહે.નવા ધરમપુર તા.મોરબી વાળાની ધરપકડ કરેલ હતી જે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ આરોપીઓની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ સંડોવાયેલ હતો જેને હાલમાં રાજકોટ ખાતે બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવેલ છે તેવું બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવાડિયાએ જણાવ્યુ છે




Latest News