મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરના લિંબાળા ગામે જુગારની રેડ કરાવવી હોવાની શંકાએ કુહાડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબી : વાંકાનેરના લિંબાળા ગામે જુગારની રેડ કરાવવી હોવાની શંકાએ કુહાડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી જુગાર અંગે ઘણી રેડ કરવામાં આવી છે તે રીતે જ થોડા દિવસો પહેલા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ લિંબાળા ગામે જુગારની રેડ ત્રણ દિવસ પહેલા કરવામાં આવી હતી અને તેમાં અમુક જુગારીઓ જુગટુ રમતા પકડાયા હતા.જેમાં હાલમાં ફરિયાદ નોંધાવી રહેલ મહિલાના પતિ સહિતનાઓ જુગાર રમતા પકડાયા હતા ત્યારે અન્ય જુગારીઓ ભોગ બનેલ મહિલાના પતિને કહેતા હતા કે તારા પત્નીએ જ જુગારની રેડ કરાવી છે તેમ કહીને એક શખ્સ દ્વારા કુહાડી બતાવી મહીલાના પતિને જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડી લઇને પાછળ દોડયો હતો અને ધમકી આપવામાં આવી હતી જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસની તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લા અને તાલુકામાં પોલીસનો લેશમાત્ર ભય ન હોય તેવા બનાવો છાસવારે વધી રહ્યા છે અને ધમકી આપવી, જીવલેણ મારામારી, અપહરણ કરવું જેવા બનાવો હાલમાં સામાન્ય બની ગયા હોય અને જિલ્લામાં પોલીસની ધાક ઓસરી રહી હોય તેવા બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે.તેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે.જેમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા લિંબાળા ગામે રહેતા પૂજાબેન લક્ષ્મણભાઈ મેરામભાઇ ઇન્દરીયા જાતે કોળી નામની ૩૫ વર્ષની મહિલાએ લીંબાળા ગામે રહેતા કોલાભાઈ માનસિંગભાઈ સીતાપરા નામના ઇસમની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણીએ જણાવ્યું હતું કે ત્રણેક દિવસો પહેલા તેમના ગામમાં જુગાર અંગે રેડ પડી હતી જેમાં તેમના પતિ લક્ષ્મણભાઈ કોળી તથા ગામના અન્ય લોકો જુગાર રમતા પોલીસની ઝડપે ચડી ગયા હતા ત્યારે અન્ય લોકો તેમના પતિને કહેતા હતા કે જુગારની આ રેડ તારા પત્ની પૂજાબેને જ કરાવી છે ત્યારે તેઓના પતિ લક્ષ્મણભાઈએ કહ્યું હતું કે ના મારા પત્ની આ પ્રકારે જુગાની રેડ ન કરાવે ત્યારે બોલાચાલી દરમ્યાન પોલાભાઈ માનસિંગભાઈ સિતાપરા નામના શખ્સે કુહાડી બતાવીને ફરિયાદીના પતિ લક્ષ્મણભાઈને મારવા દોડ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલમાં વાંકાનેર પોલીસ મથકના પી.ડી.ઝાલા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા નટવરભાઈ કાનજીભાઈ રાઠોડ નામના ૩૪ વર્ષીય યુવાનને શનાળા રોડ ઉપર આવેલી ક્રિષ્ના હોસ્પિટલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા વિનોદભાઈ અરજણભાઈ સંઘાણી નામના ૫૩ વર્ષીય આધેડ પોતાના પુત્રના બાઈકની પાછળના ભાગે બેસીને હરબટીયાળીથી છતર તરફ જતા હતા ત્યારે તેઓનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થતા વિનોદભાઈ સંઘાણીને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News