ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક હડફેટે આધેડ બાઇક સવારનું મોત


SHARE













મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક હડફેટે આધેડ બાઇક સવારનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર ગઈકાલે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કારખાનેથી કારખાનાનો માલ લેવા માટે જઇ રહેલા આધેડના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ આધેડનું કમકમાટીભર્યું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ખોડીયાર સોસાયટીમાં શ્રીરામ ડેરી પાસે રહેતા અશોકભાઈ કેશવજીભાઈ જીવાણી નામના ૫૦ વર્ષીય આધેડ કે જેઓ સરતાનપર રોડ ઉપર આવેલ રે સીરામીક નામના યુનીટમાં કામ કરતા હતા તેઓ ગઈકાલ તા.૧૬-૮ ના રોજ સવારે સાડા દશેક વાગ્યાના અરસામાં સરતાનપર રોડ ઉપર મોટો સ્ટોન તથા મોટો સ્લીમ કારખાનાની વચ્ચેથી કાચા રસ્તેથી બાઈક લઈને જતા હતા ત્યારે તેમના બાઈક નંબર જીજે ૧૦ એક્યુ ૧૭૪૪ ને ટ્રક નંબર જીજે ૧૨ એડબલ્યુ ૭૦૮૬ ના ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ અશોકભાઈ કેશવજીભાઈ જીવાણી નામના ૫૦ વર્ષીય આધેડનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતક અશોકભાઈ રે સિરામિક નામના કારખાનામાં કામકાજ કરતા હોય અને કારખાનામાંથી હાર્ડવેરની કોઈ વસ્તુ લેવા માટે યુનીટમાંથી બહાર નીકળ્યા હતા અને બાઈક લઈને તેઓ જ્યારે જતા હતા ત્યારે સરતાનપર રોડ ઉપર મોટો સીરામીક પાસે સેન્સો ચોકડી નજીક તેમના બાઈકને ઉપરોક્ત નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતા અશોકભાઈ જીવાણીનું મોત નીપજ્યું હતું.હાલમાં ઉપરોક્ત ગોઝારા અકસ્માત બનાવ સંદર્ભે મૃતકના મામાના દિકરા અને રે-સિરામિક વાળા રસિકભાઈ રમેશભાઈ દેત્રોજા જાતે પટેલ (૪૯) રહે.પ્લેટિનમ હાઈટ એપાર્ટમેન્ટ કેનાલ રોડ મોરબી વાળાએ ઉપરોક્ત નંબરના ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.જી.ઝાલા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

બાળક સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો રહેતો મન અરવિંદભાઈ કાલરીયા નામનો બાર વર્ષીય બાળક મારૂતિ એપાર્ટમેન્ટ પાસે રોડ ઉપર સાઇકલ લઇને જતો હતો ત્યારે તે સાયકલમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સંદીપ રામમિલન ગુપ્તા નામના ૨૫ વર્ષીય યુવાનને પણ સારવારમાં ખસેડાયો હતો.તેમજ હળવદના વાડી વિસ્તારમાં સાપ કરડી જતા પ્રકાશ મુકેશભાઈ નાયક નામના ૨૮ વર્ષીય યુવાનને પણ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News