મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં શીતળા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ, મેળો યોજાયો


SHARE







મોરબીમાં શીતળા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ, મેળો યોજાયો

આજે શીતળા સાતમ નિમિતે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરે બાળકોને માતાજીનાં દર્શન કરાવવા માટે ઘણા દર્શનાર્થીઓ આવે છે અને ના માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ પોતાના સંતાનોની તન્દુરસ્તી માટે અહી આવે છે અને માનતાઓ પણ મહિલાઓ દ્વારા આજના દિવસે પૂરી કરવામાં આવે છે ત્યારે બાળકો માટે મંદિરના પટાંગણના મેળો યોજાઈ છે જેનો શીતળા માતાજીના મંદિરે આવતા ભક્તોને લાભ મળે છે

શ્રાવણ મહિનો એટલે કે તહેવારનો મહિનો કહેવામાં આવે છે દરમ્યાન આજે શીતળા સાતમ હોવાથી ગામો ગામ શીતળા માતાજીના મંદિરે લોકો પોતાના નાના બાળકોને લઈને દર્શન કરવા માટે જતા હોય છે તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીના કાઠે પ્રગટ થયેલા શીતળા માતાજીના મંદિર ખાતે મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે તેમજ ઓરી, અછબડા સહિતના રોગમાંથી પણ બાળકોને મુક્તિ મળે તે માટે માતાજીનાં દર્શન કરવા માટે મહિલાઓ બાળકોની સાથે આવે છે અને સાથે શ્રીફળ, કુલેર સહિતની પ્રસાદી પણ લાવતા હોય છે આટલું જ નહિ મંદિરના પટાંગણમાં બેસીને મહિલાઓ શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કરે છે






Latest News