મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પસાર થતો જામનગર કચ્છ કોસ્ટલ હાઇવે બંધ: કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન !


SHARE









મોરબી નજીકથી પસાર થતો જામનગર કચ્છ કોસ્ટલ હાઇવે બંધ: કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન !

મોરબી જિલ્લામાંથી પસાર થતો જામનગર કચ્છ કોસ્ટલ હાઇવે છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદના લીધે નદીનું પાણી ડાયવર્ઝન ઉપર આવી જવાના લીધે બંધ થઈ ગયો છે અને બ્રિજ બનાવવાની કામગીરી કરી રહેલા કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે હાલમાં વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને વરસાદી પાણીના લીધે ડાયવર્જનને ધોવાઈ ગયું હોવાથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે અને જામનગર થી કચ્છ બાજુ જવા માટે થઈને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે

જામનગર જિલ્લામાંથી કચ્છ તરફ જવા માટે થઈને કોસ્ટલ હાઈવે મોરબી જિલ્લામાંથી પસાર થાય છે અને મોરબી જિલ્લાના આમરણ પાસેથી આ રસ્તો પસાર થતો હોય તે રસ્તાને મજબુત બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને રસ્તામાં આવતા પુલિયા, નાલાઓને પણ મજબૂત બનાવવા માટેની કામગીરીના ભાગરૂપે તે નવા પુલ બનાવવામાં આવી રહ્યા છે દરમ્યાન હજનારી ગામ પાસે નવો પુલ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને લગભગ ચાર મહિના પહેલા સ્થાનિક ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને ઝડપથી કામ કરવા માટે અને ડાઈવર્જનને મજબૂત બનાવવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી હતી

તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા તે મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો જેથી કરીને છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે બીલીયા, બગથળા સહિતના ગામોમાં પડેલા વરસાદના લીધે હજનારી પાસે જે ડાવર્જન બનાવવામાં આવ્યું છે તે ડાવર્જન ઉપર પાણી ફરી વળ્યું છે જેના લીધે ડાયવર્જન સંપૂર્ણ તૂટી ગયો છે જેથી કરીને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને આ રસ્તા ઉપરથી વાહનો પસાર થઈ શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી હાલમાં જામનગર થી કચ્છ બાજુ અથવા તો કચ્છ બાજુથી જામનગર તરફ જવા માટે વાહન ચાલકોને લગભગ ૫૦ કિલોમીટર સુધીનો ફેરો ફરવા માટે જોવો પડે છે






Latest News