મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વિકાસની ચરમસીમાં : મોરબીમાં ભાજપના ત્રણ દશકાના શાસન બાદ પણ લોકોએ ગાળા ગામ જવા માટે લેવો પડે છે રેલ્વેના તૂટેલા બ્રિજનો સહારો..!


SHARE







વિકાસની ચરમસીમાં : મોરબીમાં ભાજપના ત્રણ દશકાના શાસન બાદ પણ લોકોએ ગાળા ગામ જવા માટે લેવો પડે છે રેલ્વેના તૂટેલા બ્રિજનો સહારો..!

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દાયકા એટલે કે ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે છતાં પણ અને જગ્યાઓએ વર્ષો જુની સમસ્યાઓ યથાવત જ જોવા મળે છે..! જે પૈકી મોરબી તાલુકાના ગાળા ગામે જવા માટે કોઈ પુલ નથી અને વર્ષોથી રેલ્વેના ટુટેલા પુલ ઉપરથી જ લોકો પરિવહન કરે છે..! વિકાસની ગુલબાંગો વચ્ચે આ બાબત અહીંના કહેવાતા આગેવાનો અને અધિકારીઓની "શ્રેષ્ઠ કામગીરી" ની ચાડી ખાય છે.તાજેતરમાં વરસાદના લીધે આ તૂટેલો પુલ લોકો માટે જીવણ સાબિત થાય તો નવાઈ નહીં.કારણકે આ પુલની બંને તરફની રેલિંગ તૂટી ગયેલી છે તેમજ જે બેઠો પુલ છે ત્યાં પણ લોકો પરિવહન ન કરી શકે તેવી બીસ્માર હાલત હોય લોકોએ જીવના જોખમે આ તૂટેલા રેલ્વે બ્રિજ ઉપરથી આવું જવું પડે છે અને લોકો આક્રોશ સાથે સરકારને ભાંડી પણ રહ્યા છે અને આના પડઘા આગામી ચુંટણીમાં પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે

ગાળા ગામનો પુલ ધણા સમયથી બિસ્માર હાલતમા છે અનેક રજુઆતો પણ ગ્રામજનોએ કરેલ છે કોઇ અઘિકારી રીપેરીંગનીવાત કરે છે પણ ક્યારે કરતા જ નથી તે હકીકત છે.વરસાદના કારણે અત્યાર પણ ગાબડું પડેલ છે ગમે તે સમયે પુલ નીચે વાહન પડે અને કોઇ નિર્દોષ માણસ ભોગ બની શકે તેમ છે.આ ગામના લોકોએ ૨૦ વખત આ મુદ્દે રજૂઆતો કરેલી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને તેના પડઘા આગામી ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં.

ડેમી ૨ નો એક દરવાજો ખોલાયો, ૧૦ ગામો એલર્ટ પર

ટંકારા તાલુકાના ડેમી ૨ ડેમમાંથી ડેમી ૩ ડેમમાં સૌની યોજનાનું પાણી પહોચાડવાનું હોવાથી ડેમોનો ૧ દરવાજો ૦.૪૭ ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી નીચાણવાળા ૧૦ ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ટંકારા તાલુકાના નસીતપરા ગામ ખાતેનો ડેમી ૨ ડેમમાં નવા નીરની આવક થતા ડેમ-૨ ડેમનો ૧ દરવાજો ૦.૪૭ ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમી-૨ માંથી સૌની યોજનાનું ૨૯૦ કયુસેક પાણી ડેમી-૩ માં ઠાલવાનું હોવાથી દરવાજો ખોલવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી જેને પગલે મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, મોટા રામપર, આમરણ, બેલા, ધૂળકોટ અને કોયલી તેમજ ટંકારા તાલુકાના નાના રામપર અને નસીતપર તેમજ જોડિયા તાલુકાના માવનું ગામ એમ ૧૦ ગામોને એલર્ટ કરવામાં છે અને નદીના પટમાં નહીં જવાની સાથે સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.






Latest News