ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં મેદાન માર્યુ


SHARE







મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં મેદાન માર્યુ

ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત મોરબી યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપનું આયોજન મોરબીમાં થયેલ હતું.જેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓના જિલ્લા કક્ષાએ વિવિધ કેટેગરીમાં નંબર પ્રાપ્ત કર્યા છે.જેમા રીધમિક યોગાસન પેર (Rythmic Yogasana Pair) માં તન્વી અઘારા અને ગુલશાદ શેરસીયાએ પ્રથમ નંબર, આર્ટિસ્ટિક યોગાસન પેર (Artistic Yogasana Pair) માં તન્વી અઘારા અને ગુલશાદ શેરસીયાએ દ્વિતીય નંબર તેમજ આર્ટિસ્ટિક યોગાસન સિંગલ (Artistic Yogasana Single) માં શીતલ કંઝારીયાએ તૃતીય નંબર તેમજ ટ્રેડિશનલ યોગાસન (Traditional Yogasana) માં તન્વી અઘારાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. તમામ વિજેતાઓ અને યોગા ટ્રેનર હેત્વી સુતરીયાને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભક્તિ યોગ કેન્દ્રના વિધ્યાર્થીઓએ મેદાને માર્યુ. 

મોરબી જિલ્લામાં અભિનવ સ્કૂલ ખાતે યોજાયેલ મોરબી યોગાસન સ્પોટ્સ ચેમ્પિયનશિપમાં ભક્તિ યોગ કેન્દ્રના વિદ્યાર્થીઓ શ્વેતા ડાભીએ ટ્રેડિશનલ યોગાસન અને આર્ટિસ્ટિક સિંગલમાં પ્રથમ તેમજ દેવાંશી મારવણીયાનો ટ્રેડિશનલ યોગાસન અને આર્ટિસ્ટિક સિંગલમાં બીજો નંબર મેળવ્યો.તેમજ આર્ટિસ્ટિક પેર(ગ્રુપ)માં બંનેએ પ્રથમ નંબર મેળવ્યો હતો.હવે રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનું તેઓ પ્રતિનિધિ કરશે.તેમ તેમના યોગકોચ વાલજી ડાભીએ જણાવેલ છે.




Latest News