મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

રાજકોટના પૂર્વ કોર્પોરેટટ સાથે કરવામાં આવેલ છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









રાજકોટના પૂર્વ કોર્પોરેટટ સાથે કરવામાં આવેલ છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

રાજકોટના માજી કોર્પોરેટરની સાથે મોરબીમાં છેતરપિંડી કરવામાં આવી હતી અને ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ ઉભા કરીને ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.જે ગુનામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે વધુ એક આરોપીનો જેલમાંથી કબ્જો લઇને ધરપકડ કરેલ છે

રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં રહેતા રાજકોટના માજી કોર્પોરેટર મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયા જાતે પટેલ (ઉમર ૪૬) એ થોડા સમય પહેલા વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ તળશીભાઇ અઘારા, જયાબેન વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદાર), ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો), મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે.બધા મોરબી વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતું કે, તા.૧૭-૮-૨૦૨૧ ના બપોરના એક વાગ્યે મોરબીના રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વકીલની ઓફીસમાં તેમને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩ પૈકી-૧/ પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું અને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ભાગીદારી કરારમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આરોપી જયાબેન વશરામભાઇ ડાભીને ખાતેદાર તરીકે દર્શાવી ખોટી ભાગીદારી કરી આપી હતી અને ફરિયાદી મુકેશભાઇની પાસેથી ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હતા અને છેતરપીંડી કરલે હતી.જમીનમાં ભાગીદારી અંગે ખોટા દસ્તાવેજોને આધારે ૩૫ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી.આ ગુનામાં મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા સહીતના પોલીસ સ્ટાફે અગાઉ નયનાબેન પ્રવીણભાઈ ચાવડા, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ અને મનસુખભાઇ ધનજીભાઇ પરમાર અને દયારામભાઇ પુંજાભાઇ ડાભી જાતે સતવારા (ઉમર ૫૮) ધંધો રિક્ષા ડ્રાઇવિંગ અને ખેતી કામ રહે.રોલા રાતડીયાની વાડી જય ગણેશ હોન્ડાના શોરૂમ પાસે ભકિતનગર સર્કલની પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને મુખ્ય સૂત્રધાર વિનુભાઇ અઘારા અને મુકેશ કંઝારીયા કેજે જેલમાં હતો તેને પકડવા માટે તજવીજ ચાલુ હતી.દરમિયાનમાં ગત તા.૧૬-૮ ના રોજ પીઆઇ એમ.પી.પંડ્યા દ્વારા જેલ ખાતે રહેલા મુકેશ નારણ કનજારિયા જાતે સતવારા (૩૯) રહે.ભગવતી હોલ પાસે કૈલાશપાર્ક મોરબી વાળાનો જેલમાંથી કબ્જો લેવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને એક દિવસના રિમાન્ડ ઉપર લેવાનું ફરમાવ્યું હતું અને હાલ તે રિમાન્ડ ઉપર છે તેમજ મુખ્ય સૂત્રધાર વીનુ અઘારાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દંપતિ વચ્ચે મારામારી

મોરબી તાલુકાના ઝીંઝુડા (આમરણ) ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોય પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને એ દરમિયાન ગનીભાઈ જાકુબભાઈ નોબે (૩૫) તેમના પુત્ર તૌસીફ ગનીભાઈ (૭) અને તેમની પત્ની નૂરજહાબેન ગનીભાઈ નોબે (૩૫) ને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.ગનીભાઈ અને તેમના પત્ની નૂરજહાંબેન વચ્ચે મનમેળ ન હોય ગનીભાઈ મોરબી રહે છે અને પોતાના સંતાનોને લેવા માટે તેઓ ઝીંઝુડા ગામે ગયા હતા ત્યારે ત્યાં તેમના પત્ની નુરજહાંબેન અને તેમના સાસુ દ્વારા તેમને તથા તેમના પુત્ર તૌસીફને માર મારવામાં આવ્યો હતો. તે રીતે જ પતિ દ્વારા મારા મારવામાં આવતા નૂરજહાંબેનને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હોય તાલુકા પોલીસ મથકના મહેશભાઈ દ્વારા નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના દલવાડી સર્કલેથી ઘરે જઈ રહેલ શૈલેષભાઈ હસમુખભાઈ આદ્રોજા નામનો ૩૪ વર્ષના યુવાનનું બાઈક સ્લીપ થતા તેને ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવાયો હતો.જ્યારે મોરબીના રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસે આવેલ મોમાઈ ગેરેજ નજીક કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા મોરબી વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ નજીક રહેતા ઈબ્રાહીમ અબ્દુલભાઈ પીલુડિયા નામના ૬૪ વર્ષના વૃદ્ધને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના શનાળા રોડ કન્યા છાત્રાલય પાસે આવેલી યદુનંદન સોસાયટી શેરી નંબર-૧૯ માં રહેતા હીરાલાલ મોહનભાઈ રૂપાલા નામના ૭૩ વર્ષના આધેડ ઘરેથી કામકાજ સબબ બજારમાં જતા હતા ત્યારે વૃષભપાર્ક વિસ્તારમાં સંસ્કાર એપાર્ટમેન્ટ પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી તેમને પણ સારવારમાં લઇ જવાયા હતા.






Latest News