મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ક્રાંતિકારી સેનાએ નેચાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં મનાવ્યો ગુમનામી દિવસ


SHARE







મોરબીની ક્રાંતિકારી સેનાએ નેચાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં મનાવ્યો ગુમનામી દિવસ

18 ઓગસ્ટ, 1945 ના રોજ નેતાજી હવાઈ જહાજથી મંચુરિયા તરફ જઇ રહ્યા હતા.આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા હતા.ત્યાર બાદ તેઓ ક્યારેય કોઇની નજરે ન આવ્યા.

23 ઓગસ્ટ, 1945 ના રોજ જાપાનની દોમેઈ ખબર સંસ્થાએ દુનિયાને ખબર આપી હતી કે 18 ઓગસ્ટ, 1945 ના રોજ, નેતાજીનુ હવાઈ જહાજ તાઇવાનની ભૂમિ ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા નેતાજીને હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો.

સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકાર દ્વારા આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977 માં બે વખત આયોગને નિયુક્ત કરાયો.બંને વખત એ નતીજો નીકળ્યો કે નેતાજીએ વિમાન દુર્ઘટનામાં જ અંતિમ શ્વાસ લીધા હતા.પરંતુ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી તે તાઇવાન દેશની સરકાર પાસેથી તો આ બંને આયોગોની વાત જ નહોતી કરેલી.

2005માં તાઇવાન સરકારે બતાવી દીધું કે 1945 માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ન હતું.ત્યારથી આજ સુધી ભારત સરકાર પાસે નેતાજીનું મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ પુરાવો નથી..?!

અમુક ઇતિહાસકારોના મત અનુસાર નેતાજી ગુમનામી બાબા તરીકે જીવ્યા હતા, જ્યારે અમુક ઇતિહાસકારોના કહેવા પ્રમાણે તેઓ દુર્ઘટનામાં જ મૃત્યુ પામ્યા હતા.પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુનો ચોક્કસ પુરાવો આજ સુધી મળ્યો નથી. 
18 ઓગસ્ટ , 1945નાં દિવસ પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું એ ભારતના ઇતિહાસનું સૌથી મોટું રહસ્ય બની ગયું છે.આથી ક્રાંતિકારી સેના દ્વારા આજથી 18 ઓગસ્ટનાં દિવસને ગુમનામી દિવસ તરીકે ઉજવવામાં આવશે.






Latest News