મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ડ્રગ્સનું હબ બનતો મોરબી જીલ્લો !: હેરોઇન, ગાંજા, દારૂ બાદ હવે એમડી ડ્રગ્સમાં 3 શખ્સોનું નામ જોડાયુ


SHARE









મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી અગાઉ કરોડો રૂપિયાનું હેરોઇન ઝડપાયુ હતુ ત્યારબાદ ફરી પાછું વધુ એક વખત મોરબીનું નામ ડ્રગ્સ સાથે જોડાયું છે અને હાલમાં મોરબીના ત્રણ શખ્સોને અમદાવાદ એસોજીની ટીમ દ્વારા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે

હાલમાં જે શખ્સો એમડી ડ્રગ્સ સાથે પકડાયા છે તેમા મહાવીર બારડ રહે.ખત્રીવાડ દરબાર ગઢ મોરબી, કરણ પીઠડીયા રહે ખાત્રીવાડ શેરી નં ૪ દરબારગઢ મોરબી તેમજ મિતુલ આદ્રોજા રહે. સ્વાગત ચોકડી રવાપર રોડ મોરબી વાળાનો સમાવાશે થાય છે અને પોલીસે તેની પાસેથી 1.62 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરેલ છે અને અમદાવાદ ગ્રામ્ય એસઓજીની પ્રાથમીક પૂછપરછમાં આ ડ્રગ્સ તેઓ અમદાવાદના જુહાપુરામાંથી લઈ આવ્યા હોવાનું સામે આવેલ છે જેથી ડ્રગ્સના આ કારોબારમાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News