વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપમય બનીને કામ કરતાં પાલિકાના વહીવટદાર સામે બંડ પોકારતા ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી


SHARE









વાંકાનેરમાં ભાજપમય બનીને કામ કરતાં પાલિકાના વહીવટદાર સામે બંડ પોકારતા ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી

(શાહરૂખ ચૌહાણ દ્વારા) છેલ્લા ઘણા સમયથી વાંકાનેરમાં રાજકીય અસ્તિત્વનો જંગ ભાજપમાં ચાલી રહ્યો છે ત્યારે સરકારી અધિકારીઓને હાથ બનાવવામાં આવી રહ્યા છે અને વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી  છે ત્યાર બાદ મુકાયેલા વહીવટદાર ભાજપમય બનીને કામગીરી કરી રહ્યા છે જેથી કરીને તેની નીતિરીતિની સામે ભાજપના જ આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવ માટેના કાયમી મેદાન બાબતે આજેથી વાંકાનેરમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે

વાંકાનેર પાલિકાની છેલ્લી ચુંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે પાલિકામાં ચૂંટયો હતો જો કે, સ્થાનિક રાજકારણના લીધે ભાજપની સામે બળવો કરીને ભાજપના સભ્યો દ્વારા અપક્ષ પ્રમુખ, ઉપપ્રમુખને ચુંટી કાઢવામાં આવ્યા હતા ત્યારથી વાંકાનેરનું રાજકારણ ગરમાયું હતું અને આ નગરપાલિકાને સુપર સીડ કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા અને આ પાલિકાને સુપર સીડ કરીને વહીવટદાર મૂકી દેવામાં આવ્યા છે ત્યાર બાદ વર્ષોથી નાગાબાવાની જગ્યા પાસે ગણેશોત્સવ સમિતિ દ્વારા લોકમેળાનું પાલિકા પાસેથી મેદાન લેવામાં આવતું હતુ તેની બદલે આ મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી જેમાં ઐતિહાસિક કહી શકાય તેટલી ૧૧.૫૦ લાખની આવક પાલિકાની તિજોરીમાં થયેલ છે જો કે, કોઈપણ ભોગે આ મેદાન જીતુભાઈ સોમાણીના ગ્રુપના હાથમાં ન આવે તેવું કરવામાં આવ્યું હતું આવી જ રીતે મેળા પછી હવે વાંકાનેરમાં વર્ષોથી જે જગ્યાએ ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવનું આયોજન જીતુભાઈ સોમાણીની ટીમ દ્વારા કરવામાં આવે તે મેદાન પણ તેના હાથમાં ન આવે તેના માટેનો તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે

અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી તે પહેલા ગત તારીખ-૩૦-૦૭ ના જનરલ બોર્ડની બેઠક હતી તેમા જન્માષ્ટમી, ગણેશઉત્સવ અને નવરાત્રી માટે શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે માગ્યું હતું અને ૫૦૦૦ ના ટોકન ભાવે સર્વાનુમતે તે મંજુર કરવામાં આવ્યું હતું જો કે, તે રકમ ભરવા માટે પાલિકામાંથી કોઈ જાણ કરવામાં આવી ન હતી અને મંજૂરીનો પત્ર આપવામાં આવેલ ન હતો ત્યાર બાદ તા-૫-૮ ના રોજ રાજકોટ રિજ્યોનલ કમિશ્નરે ધાર્મિક કાર્ય માટે જગ્યા ટોકન ભાડાથી આપવા માટેની સહમતી દર્શાવી હતી જો કે, હવે આ મેદાનની હરરાજી કરવા માટે પાલિકાના વહીવટદાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેથી કરીને આજથી ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણીએ વાંકાનેરમાં પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે

હાલમાં જીતુભાઇ સોમાણી સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતુ કે, આખા ગુજરાતા કોઈપણ શહેર કે જીલ્લામાં ધાર્મિક કાર્યક્રમ માટેના મેદાનોની હરરાજી કરવામાં આવતી નથી આટલું જ નહીં જો ગુજરાત સરકાર જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ હાર્દિક પટેલને ટોકન ભાડે આપી શકે તો વાંકાનેરમાં ધાર્મિક કાર્યક્રમ માટે કેમ વહીવટદાર મેદાન આપી ન શકે તે તપાસનો વિષય છે અને જો રૂપિયા જ ભેગા કરવા તો અયોધ્યા રામમંદિર અને બાબરી મસ્જીદનો જે વિવાદ છે તેને દૂર કરવા માટે જો જગ્યાની હરરજી કરવામાં આવે તો સરકારને અરબો રૂપિયા મળે તેમ છે તો ત્યાં કેમ હરરાજી કરવામાં આવતી નથી ? વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, ગણેશઉત્સવ અને નવરાત્રી માટે શાખાનું ગ્રાઉન્ડ હજુ સુધી આપવામાં આવ્યું નથી જેથી કરીને આજથી તેઓ પ્રતિક ઉપવાસ ઉપર છે અને જો બે દિવસમાં નિર્ણય કરવામાં નહીં આવે તો તેઓ અન્ન અને જળનો પણ ત્યાગ કરશે હવે જોવાનું એ રહેશે કે, ભાજપમય બનીને કામ કરી રહેલા અધિકારી ભ્જપના આગેવાન જીતુભાઇ સોમાણી ઉ૫વાસ ઉપર બેઠા છે ત્યારે આગામી દિવસોમાં વાંકાનેરનું સ્થાનિક રાજકારણ કેવું અને કેટલું ગરમાય છે




Latest News